ફજેતો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં , બેસન ને આંબા નો પલ્પ લ્યો ને બરોબર મિક્સ કરો જેથી ગાંઠા ના પડે ત્યાર બાદ એમાં બીજા દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરો
હવે એમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ગોળ / ખાંડ નાખી મિક્સ કરી લ્યો
હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી ઉકળવા દયો ને થોડી થોડી વારે હલાવતા રહો
હવે વઘારિયાં માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં રાઈ જીરું ને મેથી દાણા તતડાવો ત્યારબાદ બાદ એમાં હિંગ અને સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો
તૈયાર વઘાર ને ઉકળતા ફજેતો માં નાખી ને મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ ઉકળી લ્યો તો તૈયાર છે ફજેતો