કારેલાનું શાક બનાવવા સૌપ્રથમ કરેલા ને પાણીમાં ધોઇ ને સાફ કરી લ્યો ને કપડાથી કોરા કરી લેવાત્યાર બાદ ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ( જો કારેલામાં બીજ કાચા હોય તો રહેવા દયો અને જો બીજ પાકા હોય તો કાઢી નાખવા)
હવે કરેલા માં એક ચમચી મીઠું ને પાચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને એકાદ કલાક એક બાજુ મૂકો( આમ મીઠું હળદર આપવાથી કરેલા ની કડવાશ ઓછી થાય છે)
એક કલાક પછી બને હાથ થી કરેલા ને દબાવી ને એમાં રહેલ પાણી નીચોવી નાખો ને એક બાજુ મૂકો હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કરેલા ના કટકા નાખી મિડીયમ તાપેકરેલા ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ તેને કડાઈમાં કાઢી લ્યો
હવે ગેસ પર એજ કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને વરિયાળી નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ ને લીલા મરચા ને ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકો
ત્યારબાદ એમાં શેકી રાખેલ કરેલા નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ માટે સાંતળો પછી એમાંહળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર ને વરિયાળી પાઉડર નાખી મિક્સ કરો ને જરૂર મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યોછેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ ખીચડી , દાળ ભાત કે રોટલી કે ભાખરી સાથે સર્વ કરો કારેલાનું શાક