ચંપાકલીગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી ને લ્યો એમાં હાથ થી મસળી નેઅજમો ને હિંગ નાખી મિક્સ કરો
હવે મિક્સર જારમાં એક કપ પાણી, તેલ ને મીઠું નાખી ફૂલ સ્પીડ માં દોઢ થી બે મિનિટ પીસો પાણી ને તેલ નું મિશ્રણ સફેદ ને ઘટ્ટ થાય ત્યાં સુધી પિસ્વું દોઢ મિનિટ માં મિશ્રણ સફેદ ને ઘટ્ટ થઈ જશે તો મિક્સર બંધ કરી નાખો
હવે બેસન ના લોટ માં તૈયાર કરેલ પાણી તેલ નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લેવું ને ગેમતે એક બાજુ ફૂલ પાંચ સાત મિનિટ સુધી ફેટવું જેથી લોટ ના રંગ માં થોડો ફરક આવે ને હવાપણ ભરાય જેથી ગઠીયા અંદરથી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેના પ્ર જો ચંપાકલી ગાંઠિયાબનાવવાનો ઝારો હોય તો એ મૂકો ને પાણી વારો હાથ કરી ગાંઠિયા ના લોટ ને એના પર હથેળીથી દબાવી ને ગાંઠિયા પાડો
એક મિનિટ પછી બીજા ઝારા થી ગાંઠિયા ને ઉથલાવી લ્યો ને બધી બાજુ થી બરોબર તરી લ્યો તેલ માંથીફુગ્ગા બનવાના ઓછા થાય એટલે ગાંઠિયા તરાઇ ગયા છે એને કાઢી લ્યો
જો ગાંઠિયાનો ઝારો ના હોય તો તૈયાર બેસનના મિશ્રણ ને સેવ બનાવવા વાળા મશીનમાં સ્ટાર વાળી બ્લેડમૂકી એમાં બેસન નું મિશ્રણ નાખી બંધ કરી ને ગરમ તેલ માં ગાંઠિયા પાડી ને તરી શકો છો
તૈયાર થયેલા ગાંઠિયા ને સાવ ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરીલેવા તો તૈયાર છે ચંપાકલી ગાંઠિયા