ઘઉં ના લોટ ની ચકરી બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ ચારેલ લોટ ને સાફ કોરાકપડામાં બાંધી નાખી ને પોટલી બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી કે થાળી મૂકી એમાં તૈયાર કરેલ પોટલી મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો
દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને પોટલી કાઢી થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ પોટલી માં રહેલ લોટને તોડી ને પાછો ભૂકો કરી લ્યો ને ચારણીથી ચાળી લ્યો
હવે ચારેલ લોટ ને કથરોટમાં લ્યો ને એમા સ્વાદ મુજબ મીઠું, તલ, હળદર,હિંગ, લાલ મરચાનો પાઉડર, અજમો ને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો
હવે ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકો ને એમાં બાંધેલા લોટ માંથી લોટ ને નાખી મશીન બંધ કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી લ્યો ને ચકરી નો ગોળ ગોળ બનાવી લ્યો ને છેડા ને હાથ થી ચકરી સાથે થોડી દબાવી નાખો આમ બધી ચકરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી ને જેટલી સમાય એટલી ચકરી નાખતા જાઓ હવે ગેસ ને મીડીયમ તાપે કરી ને એક બાજુ ચકરી ને બે ત્રણ મિનિટ ચડવો દયો એક બાજુ બે ત્રણ મિનિટ ચડી જાય પછી જ ચકરી ને ઝારા ની મદદ થી ઉથલાવી (2-3 મિનિટ એક બાજુ ચડે પછીજ ઉથલાવી નહિતર ચકરી તૂટી જસે )
એક બાજુ થોડી ચડી જાય પછી ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લેવી આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની તરી લીધા બાદ તેલ માંથી કાઢી નાખવી ને બીજી તૈયાર ચકરી ને નાખવી આમ બધી ચકરી તરી ને તૈયાર કરી લ્યો ને બધી ચકરી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો
ચકરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ઘઉંના લોટની ચકરી