Go Back
+ servings
આમ પાપડ બનાવવાની રેસીપી - aam papad recipe in gujarati - આમ પાપડ બનાવવાની રીત - aam papad banavani rit - કેરી ના પાપડ બનાવવાની રીત - keri na papad banavani rit

આમ પાપડ બનાવવાની રેસીપી | aam papad recipe in gujarati | આમ પાપડ બનાવવાની રીત | aam papad banavani rit | કેરી ના પાપડ બનાવવાની રીત | keri na papad banavani rit

આજે આપણે આમ પાપડ બનાવવાની રીત - આમ પાપડ બનાવવાની રેસીપી શીખીશું. આંબા ની સીઝન આવતાજ અથાણાં , રસ, ને આંબા ની અલગ અલગ વાનગીઓ બનાવી ને ખાવા ની શરૂઆત થઈ જાય પણ જ્યારે આપણે બારે મહિના સુધી આંબા નો સ્વાદ માણવો હોય તો ? કેમ કે આંબા ની સીઝન તો માત્ર વરસાદ નથી પડ્યો ત્યાંસુંધી પછી તો આંબા ખાવા નહીં મળે તો પછી તો આજ અમે જેમ જણાવીએ છીએ એમ કેરી ના પાપડ બનાવવાની રીત શીખી લ્યો ને બાર મહિના સુધી મજા લ્યો આંબાની તો ચાલો આજે આપણે aam papad recipe in gujarati - aam papad banavani rit - kerina papad banavani rit શીખીએ
5 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
2 days
Total Time: 2 days 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર
  • 1 થાળી

Ingredients

આમ પાપડ બનાવવા જરૂરી સામગ્રી | aam papad recipe ingredients

  • 500 ગ્રામ આંબા
  • 1 ચમચી લીંબુનો રસ 1 ચમચી
  • 150 ગ્રામ ખાંડ
  • 1-2 ચમચી મીઠું
  • 2-3 ચમચી ઘી
  • 2 ચપટી સંચળ

Instructions

આમ પાપડ બનાવવાની રેસીપી | aam papad recipe in gujarati | આમ પાપડ બનાવવાની રીત | aam papad banavani rit | કેરી ના પાપડ બનાવવાની રીત | keri na papad banavani rit

  • આમ પાપડ બનાવવા સૌપ્રથમ પાકેલ આંબા ને પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લ્યોને એના કટકા કરી લ્યો
  • કટકાને મિક્સર જારમાં લઈ પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ મૂકો એમાં આંબાનો પીસી ને તૈયાર કરેલ પલ્પ નાખો સાથે એમાં ખાંડ , લીંબુનો રસ ને મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ ચાલુ કરી મીડીયમ તાપે હલાવતા જઈ ને દસ પંદર મિનિટ સુધી ચડાવી લ્યો પંદર મિનિટ માં આંબા નો પલ્પ ઘટ્ટ થઈ જશે  અને બે આંગળી વચ્ચે લઇ ચેક કરશો તો એક તાર બને તો પલ્પ બરોબર તૈયાર થઈ ગયો છે એટલે ગેસ બંધ કરી નાખો
  • હવે એક મોટી થાળી લ્યો એને એક ચમચી ઘી થી ગ્રીસ કરી લ્યો ને એમાં તૈયાર આંબા નો પલ્પ નાખી એક સરખું પાતળું ફેલાવી લ્યો ને એક બે વખત થપ થપાવી લ્યો જેથી આમ પાપડ તૈયાર થાય પછી સાઈન સારી આવે ને જો તમે ચાહો તો ઉપર થોડુ સંચળ છાંટી શકો છો ( જો નાની થાળી હોય તો બે થાળીમાં ઘી લગાવી મિશ્રણ બે થાળી માં નાખવું)
  • હવે તૈયાર થાળી ને બે ત્રણ દિવસ પંખા નીચે ને તડકામાં એક દિવસ સૂકવો ને ત્યાર બાદ પાતળું કપડું ઢાંકી ને બીજા એક બે દિવસ સૂકવો (પાતળું કપડું ઢાંકવાની એના પર રજ , ધૂળ કે કચરો ના લાગે)
  • બે દિવસ પછી હાથ લગાવી ને ચેક કરી લ્યો જો સાવ સુકાઈ ગયું હોય તો ચાકુ થી બધી બાજુ ફેરવી ને ઉખાડી લ્યો ત્યાર બાદ હાથ થી એક બાજુ થી ઉખાડી લ્યો
  • હવે ચાકુ થી જે સાઇઝ ના રોલ કે કટકા કરવા હોય એ સાઇઝ ના કટકા કરી રોલ તૈયાર કરી લ્યો તો તૈયાર છે આમ પાપડ

aam papad recipe in gujarati notes

  • આમ પાપડ બનાવવા માટે પલ્પ બનાવવા માં પાણી નો ઉપયોગ ના કરવો ને જો તમે પ્લપ ને ગારી લેશો તો આંબા ના રેસા નીકળી જસે ને પલ્પ સમુથ બનશે
  • અહી તમે જો આમ પાપડ મસાલા નાંખી બનાવવા હોય તો પલ્પ બરોબર ચડી જાય એટલે લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો કે સંચળ નાખી ને તૈયાર કરી શકો છો
  • આંબાનો પલ્પ ના ઘણો જાડો કે ના ઘણો પાતળી ફેલાવી જો પાતળી ફેલાવી દેસી તો ઉખાડવા સમયે તૂટી જસે ને જો જાડી ફેલાવી દેશો તો બે ત્રણ દિવસ ની જગ્યાએ પાંચ છ દિવસ સુકાતા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો