Go Back
+ servings
makai nu shaak - makai nu shaak gujarati recipe - makai nu shaak banavani rit - makai nu shaak ni recipe in gujarati - makai ni sabji - મકાઈ ની રેસીપી - મકાઈ નું શાક બનાવવાની રીત - મકાઈ નું પંજાબી શાક - punjabi makai nu shaak

મકાઈ નું શાક બનાવવાની રીત | makai nu shaak gujarati recipe | makai nu shaak banavani rit | makai ni sabji recipe | makai nu shaak ni recipe in gujarati | મકાઈ નું પંજાબી શાક બનાવવાની રીત

આજે આપણે મકાઈ નું શાક બનાવવાની રીત - મકાઈ મસાલા બનાવવાની રીત શીખીશું. મકાઈ ને કોર્ન પણ કહેવાય છેને મકાઈ માં ખૂબ સારી માત્રા માં ફાઈબર રહેલ છે જેથી સ્વાથ્ય માટે ખૂબ સારી હોય છે  ને મકાઈ માંથી અલગ અલગ પ્રકારના શાક,ચાર્ટ, રોટલા બનતા હોય છે આજ આપણે punjabimakai nu shaak - મકાઈ નું પંજાબી શાક બનાવવાની રીત - makai nu shaak gujarati recipe - makai nu shaak banavani rit - makainu shaak ni recipe in gujarati શીખીએ
4.38 from 8 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
hot water time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મકાઈ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | punjabi makai nu shaak recipe ingredients

  • 200 ગ્રામ મકાઈ ના દાણા
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ઝીણા સુધારેલા ટમેટા
  • 1-2 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 2-3 ચમચી તેલ
  • 1-2 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લસણની કણી ના કટકા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 8-10 કાજુ
  • 1-2 ચમચી મગતરીના બીજ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 ચમચી કસુરી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1-2 ચમચી કસુરી મેથી
  • 1-2 ચમચી ક્રીમ (ઓપ્શનલ છે)
  • મીઠું સ્વાદ મુજબ

મકાઈ નું પંજાબી શાક ગાર્નિશ કરવા માટે જરૂરીસામગ્રી

  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી પનીર છીણેલું

Instructions

મકાઈ નું શાક બનાવવાની રીત| makai nu shaak banavani rit | makai nu shaak ni recipe in gujarati | મકાઈ નું પંજાબી શાક

  • મકાઈ મસાલા બનાવવા સૌપ્રથમ કાજુ ને મગતરી ના બીજ ને પાણી થી ધોઈ અડધો કલાક ગરમ પાણીમાં પલાળી રાખો અડધા કલાક પછી ગેસ પર નાની તપેલી માં પલાળેલા પાણી સાથે પાંચ મિનિટ ઉકળી ને પોચાકરી લ્યો ને ઉકળી જાય એટલે થોડા ઠંડા કરી મિક્સર જારમાં લઇ પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકો ઘી ગરમ થાય એટલે એમાં મકાઈ ના દાણા નાખી ને પાંચ સાત મિનિટ સુધી ફૂલ તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં  તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાંજીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ના કટકા નાખી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાંઝીણી સુધારેલી ડુંગળી નાખી બે મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ આદુ લસણ ની પેસ્ટ નાખી ડુંગળી ને પેસ્ટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • ડુંગરી ગોલ્ડન થાય એટલે એમ હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી ને અડધી મિનિટ શેકો હવે એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકીને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો ટમેટા બરોબર ગરી જાય એટલે તેમાં કસુરી મેથી હાથથી મસળી ને નાખો ને ગરમ મસાલો નાખી મિક્સ કરો
  • ત્યારબાદ એમાં કાજુ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને શેકેલ મકાઈ નાખી મિક્સ કરી લ્યો નેત્રણ ચાર મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી સર્વિંગપ્લેટ માં કાઢી લીલા ધાણા સુધારેલા ને પનીર છીણી ને છાંટો તો તૈયાર છે મકાઈ મસાલા.

makai nu shaak ni recipe in gujarati notes

  • મકાઈ તમે કાચી કે બાફેલી લઈ શકો છો
  • ડુંગરીને ટમેટા ને પીસી ને પણ લઈ શકો છો
  • જો તમે ડુંગરી લસણ ના ખાતા હોય તો ના નાખો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો