Go Back
+ servings
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત - God limbu no sarbat recipe in Gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe

આજે આપણે બનાવતા શીખીએ ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત, જે ખુબજ સરળ છે, God limbu no sarbat recipe in Gujarati.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 0 minutes
resting time: 5 minutes
Total Time: 15 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

ગોળ લીંબુ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ ગોળ
  • 4 ગ્લાસ પાણી
  • 1½ લીંબુ નો રસ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 5-6 પાન ફુદીનો
  • 1 નાનો ટુકડો આદુ

Instructions

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત - God limbu no sarbat recipe

  • ગોળ લીંબુનો શરબત બનાવવા સૌ પ્રથમ એક વાસણમાંગોળ લ્યો
  • તેમાં ચાર ગ્લાસ પાણી નાખી બરોબર મિક્સ કરો
  • હવે તેમાં આદુ છીની નાખો
  • દસ મિનિટ ગોળ આદુ ને પલળવા ઢાંકણ ઢાંકી એક બાજુમૂકી દો
  • ગોળ પાલડી જાય એટલે તેને ચમચા વડે બરોબર હલાવીતેમાં સ્વાદ મુજબ મીઠું સંચળ અને લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ મિશ્રણને એક બીજા વાસણમાં ગરણી વડેગળી લેવી જેથી છીણેલું આદુના અલગ થઈ જાય
  • ત્યારબાદ સર્વિસ ગ્લાસમાં બરફના ટુકડા ફુદીનાનાપાન અને લીંબુની સ્લાઈસથી નાખી તેમાં શરબત નાખો
  • ઠંડા ઠંડા શરબત ની મજા માણો ગોળ લીંબુનો શરબત

Notes

શરબતમાં જો તમને ગમે તો મરી પાવડર, શેકેલા જીરાનો ભૂકો અથવા વરિયાળીનો ભૂકો પણ નાંખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો