કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલા લસણ ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ને એના ઉપર ના ખરાબ પાનકાઢી ઝીણું સુધારી લ્યો
ત્યારબાદ લીલા મરચા ને પણ પાણીથી ધોઇ લ્યો ને ઝીણા સુધારી લ્યો હવે લીલા ધાણા ને પણ પાણીથી ધોઈ નિતારી લ્યો ને સાવ ઝીણા સુધારી લ્યો
હવે એક વાસણમાં સુધારેલ લીલું લસણ, લીલા દાણા , મરચા નાખો એમાં બેસન ના લોટ ને ચારી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું ને આદુ લસણ ની પેસ્ટ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને મિશ્રણ ને પાંચ સાથ મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર મિશ્રણ માંથી હાથ વ ડેછૂટું છૂટું મિશ્રણ નાખતા જઈ નાના નાના ભજીયા કરો ભજીયા ને ઝારા થી હલાવી ઉથલાવી નાખો
બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન તરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજા ભજીયા નાખી ને તરી લ્યો આમ બધા ભજીયા ને તરી લ્યો તો તૈયાર છે જેને ગરમ ચા કે ચટણી કે સોસ સાથે સર્વ કરો કુંભણીયા ભજીયા