પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાં બાદ બીજા વાસણમાં પાણી માં મીઠું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠા ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
(અહી આ પાણી વાળુ મિશ્રણ તમે મિક્સર જારમાં પણ તૈયાર કરી શકો છો એટલે કે મિક્સર જારમાં પાણી, તેલ, મીઠું ને સોડા નાખી પીસીને પણ તૈયાર કરી શકો છો)
હવે તેલ પાણી ના મિશ્રણ માં થોડો થોડો બેસન નો લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને બરોબર હલાવતા જાઓ જેથી ગાંઠા ન પડે બેસન બધો જ પાણી સાથે મિક્સ કરી લીધા બાદ તૈયાર લોટ ને બરોબર મિક્સ કરો જ્યાં સુધી એનો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી એટલે કે આશરે પાંચ સાત મિનિટ સુધી હલાવી લેવો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો હવે કડાઈ પર પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને એના પર પાણી વારો હાથ લગાવી દયો ને તૈયાર બેસન નું મિશ્રણને એના પર હથેળી વડે ઘસી ને તેલમાં પાપડી પાડી લ્યો
એકાદ મિનિટ પાપડી ને એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઝારા થી પાપડી ને ઉથલાવી બીજી બાજુ તરવા મૂકો બને બાજુ બરોબર તરી લીધા બાદ (તેલ માં ફુગ્ગા ઓછા થાય એટલે ગાંઠિયા તરાય ગયા છે) ઝારાની મદદ થી ગાંઠિયા કાઢી લ્યો ને ફરી પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને ગાંઠિયા પાડી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો
અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં લાંબા કાપા વાળી પ્લેટ મૂકી સંચામાં તેલ લગાવી તૈયાર લોટ એમાં ભરી લ્યો ને ગરમ તેલ માં સમાય એટલે પાપડી પાડી લ્યો ને તરી શકો છો ને પાપડી તૈયાર કરી શકો છો