Go Back
+ servings
kadhi pakoda banavani rit - kadhi pakora recipe in gujarati - કઢી પકોડા - કઢી પકોડા બનાવવાની રીત - કઢી પકોડા બનાવવાની રેસીપી - ડબકા કઢી બનાવવાની રીત - ગુજરાતી ડબકા બનાવવાની રીત - dapka kadhi banavani rit gujarati ma - dapka kadhi recipe in gujarati

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati | કઢી પકોડા | કઢી પકોડા બનાવવાની રેસીપી | ડબકા કઢી બનાવવાની રીત | ગુજરાતી ડબકા બનાવવાની રીત | dapka kadhi recipe in gujarati | dapka kadhi banavani rit

આજે આપણે કઢી પકોડા બનાવવાની રીત - kadhi pakoda banavani rit શીખીશું જેને ડબકા કઢી  તેમજ ગુજરાતી ડબકા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય કે કોઈ શાક ના સુજે ને ઘણી રસોઈ ના બનાવવી હોય ત્યારે આ કઢી પકોડા  બનાવીને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો તો ચાલો કઢી પકોડા બનાવવાની રેસીપી  - kadhi pakoda recipe in gujarati શીખીએ
4.55 from 11 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડબકા કઢી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાટું દહીં
  • 2-3 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • 4 કપ પાણી
  • 3-4 ચમચી ગોળ
  • 1-2 સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી આદુપેસ્ટ
  • 5-6 મીઠા લીમડાના પાન
  • સ્વાદ મુજબ મીઠું

પકોડા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ ડુંગળી ઝીણી સુધારેલી
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી ઇનો
  • ¼ ચમચી હળદર
  • તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

પકોડા કઢી ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ / ઘી
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આખા સૂકા ધાણા
  • ¼ ચમચી હિંગ
  • 1 સુધારેલ ડુંગળી
  • 2-3 લવિંગ
  • 2-3 સુકા લાલ મરચા
  • 7-8 મીઠા લીમડાના પાન

કઢી પકોડા ગાર્નિશ માટે  જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી ઘી

Instructions

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati | dapka kadhi recipe in gujarati | dapka kadhi banavani rit

  • સૌ પ્રથમ આપણે સ્પેશિયલ કઢી પકોડા ની કઢી બનાવવાની રીત જાણીશું ત્યારબાદ  પકોડા બનાવવાની રીત ત્યારબાદ ડબકા કઢી વઘારવાની રીત શીખીશું

કઢી પકોડા ની કઢી બનાવવાની રીત | dapka kadhi banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક વાસણમાં ખાટું દહીં લ્યો એને જેણી થી બરોબર જેરી ( હેન્ડ મિક્સર થી પણ પીસી શકો છો)લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં બેસન 2-3 ચમચી,હળદર ½ ચમચી, સ્વાદ મુજબમીઠું, ગોળ 3-4 ચમચી, લીલા મરચા 1-2 સુધારેલ, આદુ પેસ્ટ½ ચમચી, મીઠા લીમડાના પાન 5-6 નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ મિશ્રણ ને કડાઈ માં નાખો ને કડાઈ ને ગેસ પર મૂકી કઢી માં ઉભરો આવે ત્યાં સુધી ફૂલતાપે હલાવતા રહો જેથી છાસ ફાટી ના જાય એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે ઉકળવા દયો કઢી ને આશરે પંદર વીસ સુધી ઉકળવા દેવી

પકોડા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન 1 કપ, લીલા ધાણા સુધારેલા ½ કપ,ડુંગળી ઝીણી સુધારેલી 1 કપ, લીલા મરચા સુધારેલા 1-2, આદુ પેસ્ટ ½ ચમચી, લીંબુ નો રસ 1 ચમચી,ઇનો ½ ચમચી, હળદર ¼ ચમચી ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી પકોડા નું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચા થી કડાઈમાં સમાય એટલા પકોડા નાખો ને પકોડા નાખ્યા પછી ગેસ ને મીડીયમ તાપે કરી પકોડા ને ગોલ્ડન તરી લ્યોને તરી લીધેલા પકોડા એક વાસણમાં કાઢી લ્યો ને બીજા પકોડા તરી લ્યો
  • તૈયાર પકોડા ને ઉકળતી કઢી મ નાખી મિક્સ કરી ને ધીમા તાપે ચડવા દયો કઢી પકોડા ચડે ત્યાં સુંધીમાં એનો વઘાર તૈયાર કરી લ્યો

ડબકા કઢી વઘાર કરવાની રીત | dapka kadhi recipe in gujarati

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી, જીરું ½  ચમચી,લવિંગ 2-3, સૂકા લાલ મરચા, હિંગ નાખો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • ત્યારબાદ લાલ મરચાનો પાઉડર નાખી ગેસ બંધ કરી નાખો ને તૈયાર વઘાર ને ઉકળતી કઢીમાં નાખી મિક્સ કરી ફરી પાંચ મિનિટ સુધી ચડવા દેવી ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત, રોટલી, રોટલા સાથે લીલા ધાણા અને ઘી થી ગાર્નિશ કરી સર્વ કરો કઢી પકોડા

kadhi pakora recipe in gujarati notes

  • તમે પકોડા માં મેથી , પાકલ  નાખી નેપણ તૈયાર કરી શકો છો અથવા મિક્સ વેજીટેબલ ઝીણા સમારેલા નાખી ને પણ પકોડા તૈયાર કરી શકો છો ને કઢી મા નાખી શકો છો
  • કઢી તમે તેલ ની જગ્યાએ ઘી થી વઘારસો તો વધુ ટેસ્ટી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો