મગ કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દૂધ ¼ કપ, પીસેલી ખાંડ 2 ચમચી,તેલ અથવા ઘી 2 ચમચી ને વેનીલા એસન્સ ¼ ચમચી લઈ બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં ચારણીમાં કોકો પાઉડર 2 ચમચી, બેકિંગ પાઉડર ½ ચમચી,બેકિંગ સોડા ¼ ચમચી, મીઠું ચપટી ને મેંદા નો લોટ અથવા ઘઉંનો લોટ લઈ ચારી ને નાખો
હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે તૈયાર મિશ્રણ ને ગેસ પ્રમૂકી શકાય એવા મગ માં અથવા તો પેપર કપ માં અડધા અડધા ભરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અથવા ટિસ્યુ પેપર મૂકો એમાં તૈયાર કરેલ મગ કે પેપર કપમૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી દયો ને પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો (અહી તમે જો મગ માં મુક્સો તો ચડવા માં થોડો સમય લાગશે ને જો તમે પેપર કપ માં મૂકશો તો પાંચ સાત મિનિટ ઓછી લાગશે)
મગ કેક બરોબર ચડ્યો કે નહિ તે ચેક કરવા તમે ચાકુ કે ટૂથ પિક નાખી ને ચેક કરી લ્યો જો ચાકુકે ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયા છે ગેસ બંધ કરી કાઢી લ્યો ને ઠંડા કરી લ્યોને ઠંડો થવા દયો તો તૈયાર છે મગ કેક