Go Back
+ servings
કાંદા ભાજી બનાવવાની રીત - કાંદા ના ભજીયા બનાવવાની રીત - કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી - kanda bhaji recipe in gujarati - onion bhaji recipe gujarati - kanda bhajiya banavani rit - kanda na bhajiya banavani rit

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | onion bhaji recipe gujarati | kanda bhajiya banavani rit | kanda na bhajiya banavani rit | કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી | | કાંદા ભાજી બનાવવાની રીત

આજે આપણે કાંદા ભાજી બનાવવાની રીત - kanda bhaji banavani rit - kanda na bhajiya banavani rit શીખીશું. આ કાંદા ભજી મુંબઈ માં ખુબ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોમાસામાં ખૂબ ખાવા મળે છે એમ તો ચોમાસા વગર પણ તમે બનાવી ને ખાઈ શકો છો ગુજરાતી એને ડુંગળી ના ભજીયા - કાંદાના ભજીયા કહે છે જે ખાવામાં ક્રિસ્પી હોય છે તો આજ આપણે કાંદા ના ભજીયા બનાવવાની રીત રેસીપી - kanda bhaji recipe in gujarati - onion bhaji recipe gujarati શીખીએ
5 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kanda bhaji ingredients

  • 3-4 ડુંગરી
  • 1 ચમચી લીંબુ
  • 4-5 લીલા મરચા
  • 5-6 ચમચી બેસન
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

કાંદા ના ભજીયા બનાવવાની રીત| kanda bhaji recipe in gujarati | onion bhaji recipe gujarati | kanda bhajiya banavani rit

  • કાંદા ભાજી બનાવવા માટે સૌપ્રથમ ડુંગરી ના છાલ ઉતરી સાફ કરી લ્યો ને પાણી થી ધોઈ ને કપડાથી કોરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી લાંબી લાંબી ના ઝીણી કે ના જાડી મિડીયમ સુધારી લ્યોને સુધારેલ ડુંગળી ને મોટા વાસણમાં લઈ હાથ થી મસળી લઈ છૂટી છૂટી કરી લ્યો
  • હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખીફરી હાથ થી મસળીને મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો જેથી મીઠા ના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે
  • સાત મિનિટ પછી એમાં થોડો થોડો કરી ને ચરેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ બેસન ડુંગરી પર માટે પાતળી કોટીગ કરે એટલો જ નાખવો જો વધુ નાખશો તો ભજી ક્રિસ્પી નહિ બને લોટ ને ડુંગરી ને બરોબર મિક્સ કરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જે મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ હાથ માં લઇ તેલ માં નાખતા જાઓ ને એક વખત માં જેટલા સમાય એટલા નાખો  ડુંગરી 70-80% ચડી જાય એટલે તેલ માંથી કાઢી ને થાળીમાં મુકો ને મિશ્રણ માંથી બીજા ભજીયા તરવા નાખો ને એને પણ 70-80% ચડાવી કાઢી લ્યો આમ બધા ભજીયા તરી લ્યો
  • હવે તેલ ને થોડું ગરમ થવા દયો તેલ ગરમ થાય એટલે જે ભજીયા અડધા તરી ને રાખ્યા તા એ નાખીને ગોલ્ડન તરી લ્યો ને ભજી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને સાથે પાંચ છ લીલા મરચા નેપણ તરી લ્યો તૈયાર ભજી ને તારેલાં લીલા મરચા, સોસ કે ચટણી સાથે સર્વ કરો કાંદા ભજી

kanda bhaji recipe in gujarati notes

  • ભજીયા માટેનું મિશ્રણ તૈયાર થાય એટલે તરત ભજીયા તરી લેવા નહિતર મિશ્રણ ધીરે ધીરે નરમ પડતું જસે ને ભજીયા ક્રિસ્પી નહિ તરી શકો જો મિશ્રણ નરમ થઇ જાય તો જરૂર મુજબ બેસન નાખી શકો છો પણ જો વધારે બેસન હસે તો ભજીયા નો ટેસ્ટ માં થોડો ફરક પડશે
  • ભજીયાને 70-80% તરી નેતમે રાખી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે બીજી વખત તરી ને પણ ખાઈ શકો છો
  • અહી તમે અજમો ને આદુ છીણેલું નાખશો તો સ્વાદ ખૂબ સરસ લાગશે
  • લોટનું પ્રમાણ ઘણું ના નાખવું ને જો લોટ વધારે પડી જય તો બીજી ડુંગરી સુધારી એમાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો