સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો ત્યાર બાદ એમાં દહી ને એક થી દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે પંદર થી વીસ મિનિટ એક બાજુ મૂકવું
વીસ મિનિટ પછી મિશ્રણ ને ચમચા થી બરોબર મિક્સ કરો (જો મિશ્રણ ઘટ્ટ લાગે તો પા કપ પાણી નાખીમિક્સ કરવું ) મિશ્રણ બરોબર ઘટ્ટ હોય તો એમાં સ્વાદ મુજબ મીઠુંને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે બેભાગ સફેદ રહેવા દયો ને એક ભાગ માં જે લીલી ચટણી બનાવેલ એમાંથી ત્રણ ચાર ચમચી ચટણી નાંખી બરોબર મિક્સ કરવું
હવે જે વાસણ માં ઢોકળા બનાવવા હોય એને તેલ થી ગ્રીસ કરી લ્યો ને એક બાજુ મૂકો ને ગેસ પર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી વચ્ચે વચ્ચે કાંઠો મૂકી ને પાણી ગરમ કરવા મૂકો
હવે એક સોજી નું સફેદ મિશ્રણ લ્યો એમાં અડધી ચમચી ઇનો નાખો સાથે એક ચમચી પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખો ને વાસણને ઢોકરિયાં માં મૂકો ને ઢોકરિયું બંધ કરી નાખો ને પાંચ મિનિટ ચડવા દયો
હવે જે ચટણી નાખેલ મિશ્રણ હતું એમાં અડધી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણને પકડ / સાણસી થી બહાર કાઢો ને એના પર ખોલી એમાં લીલા રંગ નુંસોજી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી નાખો ને ઢોકરિયુ બંધ કરી પાંચ મિનિટ ચડવા દયો
ત્યારબાદ ત્રીજા સફેદ સોજી ના મિશ્રણમાં અડધી ચમચી ઇનો નાખો ને એક ચમચી પાણી નાખી બરોબરમિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણ ને પકડ / સાણસી થી બહાર કાઢો ને એનાપર સફેદ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો ને પાછું વાસણ ઢોકરીયાં માં મૂકી પાંચમિનિટ ચડાવી લ્યો
સોજીના ઢોકળા બરોબર ચડી જાય એટલે ઢોકળીયા માંથી કાઢી બિલકુલ ઠંડા થવા દયો ( જો તમે ઢોકળા ને ઠંડા નહિ થવા દયો તો નીકળતી વખતે ઢોકળા તૂટી જસે એટલે ઠંડા થવા દેવા) ઢોકળા સાવ ઠંડા થાય એટલે વાસણ માંથી કટકા કરી ને કાઢી લ્યો