Go Back
+ servings
ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવાની રીત - corn chaat banavani rit - corn chaat recipe in gujarati

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

આજે આપણે ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત- tameta flavor ni sev banavani rit શીખીશું. આ સેવ ને તમે એમજ નાસ્તામાં કે પછી કોઈ ચેવડા, ચવાણું કે પછી સેવ મમરા માં નાખી ને પણખાઈ શકો છો તો ચાલો tameta flavor sev recipe in gujarati શીખીએ
4.25 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો
  • 1 સેવ મશીન/ સંચો

Ingredients

ટામેટા ફ્લેવરની સેવ બનાવવા જરૂરી સામગ્રી| tameta flavor ni sev ingredients

  • 250 ગ્રામ બેસન
  • ½ કપ ચોખાનો લોટ ½ (ઓપ્શનલ છે)
  • 3-4 સુધારેલ ટમેટા
  • 2-3 સુધારેલ લીલામર
  • 1 ટુકડો આદુનો
  • 7-8 કણી લસણની (ઓપ્શનલ છે)
  • ½ ચમચી ચાર્ટમસાલો ½ ચમચી/ આમચૂર પાઉડર
  • ½ ચમચી કાશ્મીરીલાલ મરચાનો પાઉડર
  • 15-20 પાન મીઠા લીમડાના (ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit

  • ટમેટા ફ્લેવર્સ સેવ બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જાર માં સુધારેલ ટમેટા, લીલા મરચા, આદુ ને લસણ ની કણી લઈ લ્યો ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો તૈયાર પેસ્ટ ને ગારીલ્યો ને એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં બેસન ને ચોખાનો લોટ ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો / આમચૂર પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ને બે ચમચી તેલનાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો ટમેટા નો તૈયાર કરેલ પેસ્ટ નાખતા જઈ મિડીયમનરમ લોટ બાંધી લ્યો
  • હવે ગેસ પર તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાનો સંચો લ્યો એને તેલ થી ગ્રીસ કરો અને અંદર સેવ ની જારી મૂકી દયો ને તૈયાર કરેલ સેવ નો લોટ ને એમાં નાખી બંધ કરીનાખો
  • તેલ ગરમ થાય એટલે સંચાથી તેલ માં સેવ પાડી લ્યો ને એક બાજુ અડધી મિનિટ ચડવા દયો ત્યાર બાદઝારા થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પાંચ સાત મીઠા લીમડાના પાન નાખી ને એક મિનિટ ચડાવીલ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી ચારણી માં મૂકો
  • આમ બધાલોટ ની સેવ પાડી ને તરી લ્યો ને ચારણીમાં મૂકો જેથી વધારાનું તેલ નીકળી જય ને સેવ માંતેલ ના રહે તો તૈયાર છે ટમેટા ફ્લેવર્સ સેવ

tameta flavor sev recipe in gujarati notes

  • અહી જો તમે લસણ નથી ખાતા તો ના નાખવું એની જગ્યાએ અજમો નાખી શકો છો
  • આ તૈયારકરેલ સેવ તમે મહિના સુંધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો