મેગી ભજીયા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી ને ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં મેગી નાખી ચમચાથી હલાવી ને ચડાવી લ્યો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
હવે એક વાસણમાં ઝીણી લાંબી સુધારેલી ડુંગળી લ્યો એમાં લસણ મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા, અજમો, લાલ મરચાનો પાઉડર/ ચીલી ફ્લેક્સ,મેગી મસાલા પેકેટ, બેસન ને સ્વાદ મુજબ મીઠું(મેગી મસાલા માં મીઠું હોય છે તો મીઠા ની જેટલી જરૂર પડે એટલું જ નાખવું)
હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બરોબર મસળી લીધા બાદ એમાં બાફી રાખેલ મેગી નાખી ફરીથી બધું બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ ફૂલ રાખી એમાં હાથ થી કેચમચા થી થોડું થોડું મિશ્રણ તેલમાં છૂટું છૂટું નાખી ને પકોડા નાખો પકોડા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા ની મદદથી કાઢી લ્યો ને મિશ્રણ માંથી બીજા પકોડા તરવા માટે નાખો આમ બધા પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને ગરમ ગરમ ચા કે સોસ સાથેસર્વ કરો મેગી પકોડા