ટિંડોડા બટેકા નું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ એની બને બાજુ કટ કરી લાંબા ઊભા બે ભાગ કરો ને એ બે ભાગ માંથી બીજા બે બે ભાગમાં કાપી લાંબા ઊભા કાપી ને કટકા કરી લ્યો અને બટેકા ને પણ ધોઇ ને સાફ કરી છોલી લ્યો ને એના પણ ઊભા લાંબા આંગળી સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણના કટકા ને લીલા મરચા સુધારેલ નાખો ને મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ( શાક ને ઢાંકીને ચડાવો ત્યારે ઢાંકણ પર જમાં થયેલ ભેજ રૂપી પાણી ને શાક માં જ નાખવું જેથી ટિંડોડા બટેકા ને ગરવા માં મદદ કરે)
ત્યાર બાદ લાલ મરચાનો પાઉડર ને હળદર નાખી મિક્સ કરી એમાં ટિંડોડા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ઢાંકણ પર જમા થયેલ પાણી કડાઈમાં જ નાખો જેથી ટિંડોડા બરોબર ચડી જાય
ટિંડોડા 60 થી 70 % ચડી જાય એટલે એમાં બટેકા ના કટકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી ને ચડવા દયો બે ત્રણ મિનિટ પછી ચમચા થી હલાવી ફરી ઢાંકી ને ચડાવી લ્યો આમ બટેકાને ટિંડોડા બરોબર ચડી જાય ત્યાં સુધી ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ રોટલી દાળ ભાત સાથે સર્વ કરો ટિંડોડા બટેકાનું શાક.