સૌ પ્રથમ એક વાટકામાં પાણી લ્યો એના હળદર ને મીઠું નાખી ને ઓગળી લ્યો ત્યાર બાદ વાસણમાં સોજીને સાફ કરી લ્યો ને મેંદા ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ મીઠા હળદર વાળુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને થોડો મસળી લ્યો લોટ ને મસળી લીધા બાદ ભીના કપડા ને નીચોવી નેઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો
બીજા વાસણમાં બેસન ચારી ને લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, તેલ ને બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી નેમિશ્રણ તૈયાર કરી લ્યો
વીસ મિનિટ પછી લોટ ને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ની કચોરી બનાવી છે એ સાઇઝ ના લુવા તૈયાર કરી લ્યો એમાંથી એક લુવો લ્યો ને બાકી ના લુવને કપડાથી ઢાંકી દયો હવે લુવા ને બરોબર મસળી ગોળ બનાવો ને વચ્ચે પૂરણ ભરવા જેમ ખાડો કરીએ તેમ ખાડો કરો
ખાડામાં તૈયાર કરેલ બેસન ના લોટ નું મિશ્રણ અડધી ચમચી જેટલું નાખી ( બેસન નું મિશ્રણ જો કચોરી મોટી કરો તો અડધી પોણી ચમચી ને જો નાની કરો તો પા ચમચી જેટલું નાખવું) બધી બાજુથી બંધ કરી ને પોટલી બનાવી લ્યો ને ફરી ગોળ કરી હથેળી વચ્ચે દબાવી લ્યો ને હલકા હાથે કચોરી ને વણી લ્યો ( વણવા માટે જરૂર લાગે તોથોડો કોરો લોટ કે તેલ લઇ શકો છો)
આમ બધા લુવા ને બેસન વડે સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો ને રોટલીથી થોડી જાડી હલકા હાથે વણી લઈ એક થાળીમાં મૂકતા જાઓ બધી કચોરી ને વણી લ્યો એક સાથે ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાંતેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં એક એક તૈયાર કચોરી નાખો ને થોડી દબાવી ને ફુલાવીલ્યો
ત્યાર બાદ એના પર ચમચા થી તેલ નાખતાજઈ બને ચડાવો નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ તરી લ્યો આમબને બાજુ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી ને બીજી કચોરી ને તરવા મૂકો
(તમે એક સાથે ત્રણ ચાર કચોરી તરી શકો તો એમ પણ તરી શકો છો તેલ ઘણું ગરમ ના હોયએનું ધ્યાન રાખવું ) આમ બધી કચોરી ને તરી ને તૈયાર કરી લેવી નેઠંડી થવા દેવી