Go Back
+ servings
Bhakhri pizza - ભાખરી પિઝા - ભાખરી પીઝા બનાવવાની રીત - ભાખરી ના પીઝા બનાવવાની રીત - bhakri pizza recipe - bhakri pizza recipe in gujarati - bhakri pizza banavani rit - bhakri pizza base recipe

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri na pizza banavani rit | bhakri pizza banavani rit | ભાખરી ના પીઝા બનાવવાની રીત | ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati

આજે આપણે ભાખરી પીઝા બનાવવાની રીત - bhakri pizza banavani rit શીખીશું. પિત્ઝા નું નામ આવતાંજ બધા ના મોઢામાં પાણી આવી જાય પણ પિત્ઝા નો બેઝ મેંદા ના લોટ માંથી બનતા હોય ઘણી વાર બાળકો ને કે પોતે ખાવા ના પસંદ ઓછા કરતા હોઈએ પણ જો પિત્ઝા નું હેલ્થી બેઝ નું ઓપ્શનમળી જાય તો જરૂર પેટ ભરી ને ખવાય ને બાળકો ને પણ અપાય તો આજ આપણે ભાખરી પિઝા - ભાખરી ના પીઝા બનાવવાની રીત - bhakri pizza recipe in gujarati શીખીએ
4.43 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

ભાખરી પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી | bhakri pizza base ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ ઘઉંનો કરકરો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

ટોપિંગ માટેની સામગ્રી

  • કેપ્સીકમ ના કટકા જરૂર મુજબ
  • ગાજ રછીણેલું / કટકા કરેલ જરૂર મુજબ
  • ડુંગરીના કટકા જરૂર મુજબ
  • ટમેટાંના કટકા જરૂર મુજબ
  • મકાઈના દાણા બાફેલા
  • પનીરના ટુકડા
  • ચીઝ છીણેલું જરૂર મુજબ
  • ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  • ઓરેગાનો જરૂર મુજબ

Instructions

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati

  • સૌપ્રથમ આપણે ભાખરી પીઝા નો બેઝ બનાવવાની રીત શીખીસું ત્યારબાદ પીઝા બનાવીશું

ભાખરી પીઝા બેઝ બનાવવાની રીત | bhakri pizza base recipe

  • સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી ઘઉંનો લોટ ને ઘઉંનો કરકરો લોટ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ થોડું થોડુ પાણી નાંખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને એના એક સરખા ત્રણ કે ચાર ભાગ કરી લ્યો( જો તમારે મીની ભાખરી પિત્ઝા બનાવવા હોય તો પાંચ છ ભાગ કરવા) હવે એક એક લુવા ને ભાખરી જેમ રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી કે ચાકુ થી વચ્ચે કાણા કરી લ્યો અને થાળીમાં મૂકતા આવો
  • હવે ગેસ પર એક તવી ગરમ મૂકો અને મિડીયમ તાપે ભાખરી ને બરોબર એક બાજુ ઓછી ને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન જેવી બરોબર રીતે શેકી ને તૈયાર કરવી આમ બધી ભાખરી ને એક બાજુ થોડી ને બીજી બાજુ પુરી શેકી ગોલ્ડન બ્રાઉન શેકી ને તૈયાર કરી લ્યો

ભાખરી ના પીઝા બનાવવાની રીત

  • હવે શેકેલ ભાખરી લ્યો ને જે બાજુ બરોબર શેકેલ છે એ બાજુ પ્ર પિત્ઝા સોસ લગાવો એના પર થોડું ચીઝ છાંટો ને એના પર કેપ્સીકમ ના કટકા, ડુંગળી ના કટકા, ટમેટા ના કટકા, બાફેલી મકાઈના દાણા છાંટો ત્યાર બાદ એના પર પછી ચીઝ છાંટો ને ઓલિવ મૂકો અને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ને તૈયાર કરો
  • હવે ગેસ પર એક તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એના પર તૈયાર કરેલ પિત્ઝાને મૂકો ને ઢાંકી ને સાવ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ચીઝ ઓગળે એટલે તવિથા થી પિત્ઝા ઉતારી ને બીજો તૈયાર કરેલ પિત્ઝા ને શેકવા મૂકો
  • આમ બધા ભાખરી પિત્ઝા ને મનપસંદ ટોપીંગ કરી શેકી ને તૈયાર કરી ને ગરમ ગરમ સોસ કે ચીઝ ડીપ સાથે મજા લ્યો ભાખરી પિત્ઝા

bhakri pizza recipe in gujarati notes

  • ભાખરીના લોટ માં મોણ થોડુ સારું નાખશો તો ભાખરી ક્રિસ્પી બનશે ને પિત્ઝા પણ ક્રિસ્પી બનશે
  • ટોપિગ તમે તમારી પસંદનું ઓછું વધુ કરી શકો છો
  • ચીઝમાં તમે મોઝરેલા કે પ્રોસેસ ચીઝ નાખી શકો છો જો મો નાખશો તો ચીઝ પુલ થશે અને પ્રોસેસ ચીઝ થી ટેસ્ટ સારો આવશે તમે ચાહો તો ગેમે તે એક કે પછી બને ચીઝ નો ઉપયોગ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો