હરા ભરા કબાબ બનાવવા કૂકરમાં બટાકા ને બે ત્રણ સીટી કરી ને બાફીને તૈયાર કરી લ્યો ને હવા નીકળે એટલે તરત કાઢી લ્યો જેથી બટાકા પાણી ના પીવે ત્યારબાદ બટાકા ને છોલી ને છીણી લ્યો અથવા મેસ કરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બેસન નો લોટ લ્યો એને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો (અહી તમે બેસન ની જગ્યાએ બ્રેડ ક્રમ પણ લઈ શકો છો) બેસનશેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈ પછી ગેસ પર ગરમ કરવા મૂકો એમાં ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં આદુલસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી શેકો ત્યાર બાદ એમાં ફણસી સુધારેલ, લીલા વટાણા અને કેપ્સીકમ નાખીને બે ત્રણ મિનિટ શેકો
ત્યારબાદ એમાં ચાર્ટ મસાલો, ગરમ મસાલો અને શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠુંઅને પાલક નાખી ને બરોબર મિક્સ કરી ને ચડાવો બધા શાક બરોબર ચડી જાય અને કડાઈમાં પાણીના રહે ત્યાર સુધી હલાવતા રહો ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી શેકેલશાક ને ઠંડા થવા દયો
હવે શાક ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો તૈયાર પેસ્ટને એક વાસણ માં કાઢી ને એમાં મેસ કરેલ બટાકા અને શેકેલ બેસન નાખી અને જરૂર મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ માંથી નાના નાના કબાબ તૈયાર કરી લ્યો અને એનાપર કાજુના કટકા ને મૂકી દબાવી લ્યો આમ બધા જ કબાબ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર પેન અથવા તવી માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપેકરી એમાં તૈયાર કરેલ કબાબ ટીકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો એક બાજુ શેકાઈ જય એટલે બીજી બાજુ હલકા હાથે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો
કબાબ શેકાઈ જાય એટલે હલકા હાથે કાઢી લ્યો ને ટિસ્યુ પેપર કે ચારણી માં મૂકી વધારાનું તેલની કળવા દયો આમ બધા બધા કબાબ ને શેકી ને તૈયાર કરી લ્યો ને સોસ કે લીલી ચટણી સાથે સર્વકરો હરા ભરા કબાબ