સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya recipe in gujarati | ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | stuffed tomato bhajiya recipe in gujarati | stuffed tomato bhajiya banavani rit
આજે આપણે સ્ટફ્ડ ટામેટા ભજીયા બનાવવાની રીત - stuffed tomato bhajiya banavani rit શીખીશું. ભજીયા અલગ અલગ પ્રકારના ઘણા ખાધા હસે પણ ટમેટા ના ભજીયા ક્યારે ખાધા છે ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત - bharela tameta na bhajiya banavani rit સુરત માં ખુબ પ્રખ્યાત છે અને આજ કલ તો અલગ અલગ રીતે સ્ટફિંગ કરી ને તૈયાર કરેલ ભજીયા ખાવા મળે છે આજ આપણે stuffed tomato bhajiya recipe in gujarati -bharela tameta na bhajiya recipe in gujarati શીખીએ
ભજીયાનું કોટિંગ કરવા માટેનું મિશ્રણ બનાવવાની રીત | bhajiya nu coting banavani rit
સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો તૈયાર મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
ત્યારબાદ ટમેટા ને ધોઇ ને સાફ કરી કોરા કરી લ્યો ને ઉપરના ભાગે ચાકુ વડે કાપી ટમેટા નો પલ્પચમચી કે ચાકુ થી કાઢી ને એક વાટકામાં નાખો ને ટમેટા અંદરથી પલ્પ કાઢી ને એક બાજુ મૂકો આમ બધા ટમેટા નો પલ્પ કાઢી નાખો
ભજીયાનું સ્ટફિંગ બનાવવાની રીત | bhajiya nu stuffing banavani rit
સૌ પ્રથમ એક મિક્સર જારમાં શેકેલ સીંગદાણા, લસણ ની કણી, આદુનો ના કટકા, લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, નારિયળ નું છીણ અને ટમેટા પલ્પ નાંખીને અધ કચરા/ દર્દરા પીસી લ્યો
પીસેલી સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો ને એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ સફેદ તેલ અને ખાંડ નાખીબરોબર મિક્સ કરી લ્યો
હવે તૈયાર સ્ટફિંગ ને ટમેટામાં હાથ વડે અથવા ચમચા વડે ભરી લ્યો આમ બધા ટમેટા ને સ્ટફિંગથી ભરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બેસન નું તૈયાર કરેલ મિશ્રણ લ્યો ને એને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી ફરી બરોબર મિક્સ કરો
હવે તેલ ગરમ થાય એટલે સ્ટફડ ટમેટા ને બેસન ના મિશ્રણ માં બરોબર ફેરવી લ્યો ને ત્યાર બાદ ગરમ તેલ માં નાખતા જાઓ આમ બધા ટમેટા ને બેસન ના મિશ્રણ માં બોળી ને તેલ માં નાખો ને એક મિનિટ પછી ઝારા નો મદદ થી ટમેટા ને ફેરવી નાખો આમ થોડી થોડી વારે ફેરવીને ભજીયા ને ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો
stuffed tomato bhajiya recipe ingujarati notes | bharela tameta na bhajiya recipe in gujarati notes
અહી ટમેટા ઓછા રસા વાળા અને કડક હોય એવા લેવા
સ્ટફિંગમાં તમે બટેકા નું પૂરણ કે પછી બીજું કોઈ પુરણ પણ નાખી શકો છો