બેસનના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ છીણેલું, ઝીણા સુધારેલ ટમેટા, છીણેલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલ, લીંબુનો રસ, હાથ થી મસળી ને અજમો, હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં જરૂર મુજબ થોડું થોડું કરી ને પાણી નાખી મિડીયમ ઘટ્ટ થાય એટલું પાણી નાખીને મિક્સ કરી લ્યો (પાણી ની જરૂરત બેસન પર રહેલ છે ક્યારેક વધારે તો ક્યારે ઓછી માત્રા માં પાણી જોઈએ) તૈયાર મિશ્રણ ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી નવશેકી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી ને પાતળો ચીલો બને એમ એક થી દોઢ કડછી નાખી એક સરખું ફેલાવી દયો
હવે ગેસ ને મીડીયમ ફૂલ તાપ કરી નાખો ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તવી પર થી ઉતારી લ્યો
ફરી ગેસ ધીમો કરી ને તેલ લગાવી મિશ્રણ ને હલાવી તવી પર નાખી એક સરખું ફેલાવી લ્યો ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા ચીલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચા કે સોસ કે ચટણી સાથે સર્વ કરો બેસનના ચીલા