હલવાસન બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો કરકરો લોટ નાખી ને શેકો ઘઉં બરોબર શેકાઈ ને સુગંધ આવે ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
હવે બીજી કડાઈ માં ખાંડ નાખી ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ને ગોલ્ડન રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો
હવે એજ કડાઈમાં બીજું બે ચમચી ઘી નાખી ને ગરમ કરો અને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ નાખી ને તરી લ્યો ગૂંદ બરોબર તરી લીધા બાદ એમાં દૂધ નાખી ને બરોબર હલવો
ધીરે ધીરે ગુંદ દૂધ માં ઓગળી જસે ને દૂધ ફાટે એવું લાગશે એટલે એમ શેકેલ ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ઓગળેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો હવે હલાવતા રહો આઠ દસ મિનિટ હલાવો ને મિશ્રણ ને ઘટ્ટ થવા દયો
મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, મગતરી ના બીજ, એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ ને બીજી થાળી માં કાઢીને ઠંડુ થવા દયો
મિશ્રણ નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ થવા દયો ત્યાર બાદ જે સાઇઝ ના હલવાસન બનાવવા હોય એ સાઇઝના ગોલા બનાવો ને ગોળ કરી હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરો ને એના પર કાજુ કે બદામના કટકા મૂકી થાળી માં મૂકો આમ બધા હલવાસન તૈયાર કરી થાળીમાં મૂકો ને બે ત્રણ કલાક સેટ થવા તેમજ ઠંડા થવા દયો
બે ત્રણ કલાક પછી હલવાસન બરોબર સેટ થઈ જશે તો તૈયાર છે હલવાસન