પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ ગરમ બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો (લોટ ને કઠણ બાંધવો જો નરમ લોટ બંધાશે તો પુરી ફુલ્સે નહિ) બાંધેલા લોટ ને બને હાથે પાંચ મિનિટ બરોબર મસળી લેવો અને અડધી ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી રહેવા દયો
પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી છે એ સાઇઝ ના લુવા કરી લ્યો બધા લુવાં ને ગોળ કરી લ્યો ને એના પર અડધી ચમચી તેલ લગાવી ને રાખો જેથી લુવા સુકાઈના જાય અને ઢાંકી રાખો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપ કરી નાખવો હવે પાટલા પર એક લુવો લ્યો ને એને રોટલી થી સેજ જાડી રહે એમ વણી ને પુરી તૈયાર કરો
તૈયાર પુરી ને ગરમ તેમ માં નાખો ને ઝારા થી સેજ દબાવો ને પુરી ને ફુલાવી લ્યો પુરી ફૂલ એટલે એને ઝારા થી ઉથલાવી ને સેજ દબાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો પૂરી તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો ને બીજી પૂરી તરવા નાખો ને એને પણ બને બાજુ બરોબર તરી લ્યો આમ બધી પૂરી તૈયાર કરી લ્યો
અહી તમે એક સાથે વણી ને પુરી તૈયાર કર્યા પછી તરી શકો કે એક એક પુરી વણી ને તૈયાર કરી નેપણ તરી શકો છો જો નાની નાની પૂરી બનાવી હોય તો એક સાથે ત્રણ ચાર કે કડાઈમાં સમાય એટલી પુરી નાખી ને તરી શકો છો ને જો મોટી મોટી બનાવી હોય તો એક એક પણ તરી શકો છો તો તૈયારછે પૂરી