રાજમા બનાવવા સૌ પ્રથમ રાજમા ને બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસપાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો
હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં ઘી નાખો ને ઘી ને પણ ગરમ થવા દયો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર પાન, તજ નો ટુકડો નાખી અડધી મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી
હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો અથવા લસણ ને આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો લસણ આદુ ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યોને પ્યુરી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો
ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પલાળેલા રાજમા નું પાણી નિતારી ને રાજમા ને કૂકરમાં નાખી ને મિક્સકરી લ્યો હવે એમાં ત્રણ ચાર કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે પાંચ સાત સીટી સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખીને ગરી ગેસ ચાલુ કરી નાખો
હવે રાજમા માં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ચડાવી લ્યોત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો રાજમા