સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા, નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનોરસ, આદુ છીણેલું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સકરી લ્યો
(અથવા મિક્સર જરમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા,નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનો રસ, આદુ છીણેલુંઅને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી એક બે વખત ચન કરી લેવું)
હવે હાથમાં તેલ લગાવી લ્યો ને બટાકા નું મિશ્રણ લઈ જે સાઇઝ ની પેટીસ બનાવી હોય એ સાઇઝ નોલુવો લ્યો ને એને ગોળ કરી વચ્ચે ખાડો કરી તૈયાર કરેલ સ્ટફિંગ એક બે ચમચી મૂકી બંધ કરોને પાછી ગોળ કરી લ્યો ને બને હથેળી વચ્ચે હળવેકથી દબાવી લેવી
હવે પેટીસ ને ફરાળી લોટ કે નારિયળ ના છીણ માં મૂકી બરોબર કોતિંગ કરી લ્યો હવે ગેસ પર એકતવી પર થોડું ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સમાય એટલી તૈયાર કરેલપેટીસ મૂકી ને ગોલ્ડન શેકો એક બાજુ ગોલ્ડન થાય એટલે હળવેથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડનશેકી લ્યો
આમ બનેબાજુ ગોલ્ડન શેકી ને પેટીસ તૈયાર થાય એટલે પ્લેટમાં કઢી બીજી પેટીસ ને પણ ગોલ્ડન શેકીલેવી આમ બધી પેટીસ તૈયાર કરી લ્યો ને લીલી ચટણી સાથે સર્વ કરો ફરાળી બટાકા પેટીસ