ચોકો લાવા કેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાંલોટ ચારવા ની ચારણી લ્યો
હવે ચારણીમાં લોટ લ્યો તેમાં કોકો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને મીઠું લ્યોને ચારી લ્યો
બીજા વાસણમાં દૂધ, વેનીલા અસેન્સ ,પીસેલી ખાંડ લઈ મિક્સકરી ખાંડ ઓગળી લ્યો
ત્યાર બાદ એમાં તેલ મિક્સ કરી લ્યો
હવે તૈયાર લિકવિડ માં ચારી રાખેલ કોરી સામગ્રીનાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો
હવે કપ કેક માટે ના નાના કપ લ્યો તેને ઘી અથવાતેલ થી ગ્રીસ કરો ને તેના પર ચમચી કોકો પાઉડર કે લોટ છાંટી ને ડસ્ટિંગ કરી વધારા નોકોકો પાઉડર કે લોટ કાઢી લ્યો
હવે કેક ના મિશ્રણ ને કપ માં અડધા થી પોણો ભરીલ્યો ને વચ્ચે ચોકલેટ માં પીસ વચ્ચે નાખી સેજ ચમચી વડે દબાવી અંદર જવા દયો
બધાજ કપ ભરાઈ જાય એટલે તેને પહેલા થી ગરમ કૂકરમાંફૂલ તાપે ૧૦-૧૨ મિનિટ ને જો ઓવેન્ માં મૂકોતો પણ ૧૮૦ ડિગ્રી પર ૧૦-૧૨ મિનિટ ચડાવો
લાવા કેક ચડી જાય એટલે એને ગરમ ગરમ ધીમે થીબીજી પ્લેટમાં ઊંધો કરી ડી મોલ્ડ કરી લ્યો ને ગરમ ગરમ પીરસો ચોકો લાવા કેક.