સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અનેતેલ નાખી બરોબર હાથ વડે મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ બરોબર મસળી લ્યો જેથી લોટ સમૂથ થાય ને દસ મિનિટ એક બાજુમૂકો
હવે લોટ ને ફરી મસળી લ્યો ને એના મોટા મોટા લુવા કરી રોટલી જેમ વણી લ્યો વણવા કોરો લોટજરૂર હોય તો લ્યો અથવા તેલ પણ લઈ શકો છો રોટલી જેટલી જાડી વણી લ્યો ને એના નાની વાટ કીકે કુકી કટર થી ગોળ કટ કરી લ્યો
હવે કાટા ચમચી કે ટૂથ પિક થી પુરી માં નાના નાના હોલ કરી લ્યો ને એક થાળી માં મૂકો ને બીજીપુરી ને વણી ને કટ કરી કાણા કરી લ્યો આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો
હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં થોડી થોડીપુરી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી ને તરી લ્યોને ઠંડી થવા દયો