મેથી પૂરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાંસ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હળદર, હાથ થી મસળી ને સૂકી મેથી ને ઘી/ તેલ નાખી હથેળી વડે ઘી / તેલ ને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો
હવેએમાં સાફ કરી ધોઈ નિતારી ને ઝીણી સુધારેલી મેથી નાખો ને એને પણ લોટ સાથે બરોબર મસળીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લેવો
બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી ને સુમથ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક જેવુંએક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને એમાંથી જે સાઇઝ ની મેથી પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
હવે લુવા ને પાછા વાસણમાં મૂકો ને એક એક લુવો લ્યો ને એને વેલણ વડે થોડો કોરો લોટ અથવા તેલ લગાવી વણી લ્યો એક વખત ગોળ પુરી વણી લીધા બાદ એને અડધી ફોલ્ડ કરો ત્યાર બાદ બીજીઅડધી ફોલ્ડ કરો આમ ત્રિકોણ તૈયાર કરી લ્યો
તૈયાર ત્રિકોણ ને ગરી વેલણ વડે મિડીયમ જાડી વણી ને તૈયાર કરો ને કાટા ચમચી કે ટૂથ પિક થીપુરી માં કાણા કરી લ્યો આમ બધી પુરી ને વણી ને તૈયાર કરો ને એક થાળી માં છૂટી મૂકતાજાઓ અથવા પ્લાસ્ટિક પર મૂકતા જાઓ
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સમાય એટલી પુરી નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે ઝારા થી હલાવી ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
બીજી પુરી તરવા નાખો ને એ પૂરી નેપણ હલાવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને તરી લ્યો ને બધી પુરી ને મોટા વાસણમાં કે ટિસ્યુપેપર પર મૂકી તેલ નિતારી લ્યો ને ઠંડી થવા દયો પુરી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે મેથી પૂરી