કન્ટોડાનું શાક બનાવવા સૌપ્રથમ કન્ટોડા ને પાણી મા પાંચ દસ મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ ઘસીને ધોઇ ને સાફ કરી લેવા જેથી એના પર રહેલ ધૂળ કચરો નીકળી જાય ત્યાર બાદ ચાકુથી એનાઉપર નીચે ના એજીસ કાઢી નાખો ને ગોળ કે લાંબા સુધારી ને એક બાજુ મૂકો
હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં સુધારેલ કન્ટોડા નાખો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ઢાંકણ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાકને બરોબર મિક્સ કરી બીજી બે મિનિટ ઢાંકી ને ચડવા દેવું
બે મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ( અહી તમે½ ચમચી ખટાસ માટે આમચૂર કે લીંબુનો રસ અને પા ચમચી ખાંડ કે ગોળ નાખી શકો છો)
હવે ફરી બે ત્રણ મિનિટ શાક ને શેકી લ્યો જેથી મસાલા બધા બરોબર મિક્સ થઈને શેકાઈ જાય છેલ્લેએમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને શાક ને રોટલી પરાઠાકે ખીચડી સાથે ગરમ ગરમ સર્વ કરો કન્ટોડા નું શાક