Go Back
+ servings
આમ પન્ના બનાવવાની રીત - Aam panna recipe in Gujarati

આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati

ગરમી  દૂર કરવાં કેરી માંથી બનતો આમ પન્ના બનાવવાની રીત જે ખુબજ સરળ છે , Aam panna recipe in Gujarati,Aam panna banavani rit.
3.67 from 3 votes
Prep Time: 5 minutes
Cook Time: 15 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • કૂકર, ગ્લાસ બરફ ના ટુકડા

Ingredients

આમ પન્ના બનાવવા જરૂરી સામગ્રી

  • ૪ કાચી કેરી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચો વરિયાળી
  • ૧ ટૂકડો આદુ નો
  • ૧ ચમચો જીરૂ
  • ૨-૩ એલચી
  • ૮-૧૦ કાળા મરી
  • ૧/૪ ચમચી સંચર મીઠું
  • ૧૫૦ ગ્રામ ખાંડ
  • ૨૫-૩૦ પાન ફુદીના ના પાન
  • બરફ ના ટુકડા
  • પાણી જરૂર મુજબ

Instructions

આમ પન્ના બનાવવાની રીત - Aam panna recipe in Gujarati

  • આમ પન્ના બનાવવા માટે  એક કુકર માં ૨ કપ પાણીનાખી અને કરી ની ડાળી વારા ભાગ કાઢી ને સ્વાદ મુજબ મીઠું નાખીને ૨ સિટી સુધી બાફી લો.
  •  બફાઈ જાય પછી કેરી ની છાલ અને ગોટલી નીકાળી પલ્પ અલગ કરી લો.
  • હવે એક કડાઈમાં જીરૂ, એલચી, કાળા મરી નાખી સેકી લઈ એક વાટકીમાં તૈયાર રાખો.
  • એક વાટકી માં ૧ ચમચો વરિયાળી લઈ એમાં પાણી નાખી૧૦ મિનિટ પલાળવા મૂકો.
  • એક મિક્સર જારમાં સેકલું જીરૂ, એલચી, કાળા મરી નાખી એક વાર પીસી લો.પછી તેમાં કેરી નો પલ્પ, મીઠું,પલાળેલી વરિયાળી, છોલી ને સમારેલું આદુ, નાખી મિક્સર જારમાં બીજી વાર પીસી લો.
  •  હવે એજ મિક્સર જારમાં તમે સંચર મીઠું ખાંડ ફુદીનો નાખી ફરી પીસી લો. 
  • આ મિશ્રણ તમે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી ને મૂકી સકો છો.
  • હવે જ્યારે આમ પન્ના બનાવવો હોય ત્યારે એક ગ્લાસમાં ૨-૩ ચમચી આ મિશ્રણ લઈ તેમાં બરફ અને પાણીનાખી હલાવી લો.
  •  તૈયાર છે મસ્ત ખાટ્ટોમીઠો ને ઠંડો આમ પન્ના.

Notes

આમ પન્ના માટે કેરી ઓછી ખાટી હોય એવી લેવી
આમ પન્ના નો પલ્પ તૈયાર કરી બોટલમાં ભરીને  ૫-૭ દિવસ ફ્રીજમા રાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો