Go Back
+ servings
makhana ni kheer banavani rit - makhana kheer recipe in gujarati - મખાના ની ખીર - મખાના ની ખીર બનાવવાની રીત

મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana kheer recipe in gujarati | મખાના ની ખીર | makhana ni kheer

આજે આપણે મખાના ની ખીર બનાવવાની રીત - makhana ni kheer banavani rit શીખીશું. આ ખીર સ્વાદિષ્ટ તો લાગે છે સાથે ઘણી પોસ્ટિક અને વ્રત ઉપવાસમાં ખૂબ ગુણકારી કહેવાય છે જે નાના બાળકો અને મોટા દરેક ને ખૂબ પસંદઆવતી હોય છે તો makhana kheer recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મખાના ની ખીર બનાવવા જરૂરી સામગ્રી | makhana kheer recipe ingredients

  • 2 કપ મખાના
  • 4-5 કપ દૂધ કપ
  • 3-4 ચમચી ઘી
  • 4-5 ચમચી કાજુના કટકા
  • 4-5 ચમચી બદામ કટકા 
  • 4-5 ચમચી પિસ્તા કટકા
  • 2-3 ચમચી ચારવડી
  • 2-3 ચમચી કીસમીસ
  • 10-12 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • કપ ખાંડ

Instructions

મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana kheer recipe in gujarati

  • મખાના ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો એમાં મખાના નાખી ને હલાવીને બરોબર શેકી લ્યો મખાના શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય એટલે ¼ કપ એક બાજુમૂકી બાકીના મિક્સર જારમાં નાખી ને અધ કચરા પીસી લેવા
  • હવે જેમાં મખાના શેકેલ એજ કડાઈમાં બીજી એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ( બદામ ને બે કલાક પલાડી ને એની છાલ ઉતારી ને પણ વાપરી શકો છો અને છાલ સાથે પણવાપરી શકો છો), પિસ્તા ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકીલ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર એજ કડાઈમાં દૂધ નાખો ને દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગ નું રહે એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નેચાર્વલી, કીસમીસ નાખી મિક્સ કરો સાથે પીસી રાખેલ મખાના નાખી મિક્સ કરી લ્યો
  • મખાના નાખી દૂધ ને  ફરી ઉકાળો ને હલાવતા રહો જેથી દૂધતરિયામાં ચોંટે નહિઅને આજુ બાજુ દૂધ ચોટેલ હોય એને ચમચા થી ઉખાડી ને દૂધમાં નાખતા જાવુંદૂધ ઉકળી ને અડધી માત્રા માં રહે એટલે એમાં ખાંડ (અહી તમે ગોળકે બીજી મીઠાસ નો ઉપયોગ પણ કરી શકો છો)ને એલચી પાઉડર નાખી મિક્સકરો ને ખાંડ ઓગળી લ્યો
  • ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ઠંડી થવા દેવી મખાના ખીર ઠંડી થાય એટલે ફરી બરોબર મિક્સકરી લ્યો ને બીજી તપેલી કે વાસણમાં કાઢી ને ફ્રીઝ માં ઠંડી થવા દયો ને ખીર ઠંડી થાયએટલે સર્વ કરતી વખતે એમાં જે શેકેલ મખાના રાખેલ હતા એ નાખી ને ઠંડી ઠંડી સર્વ કરો મખાના ખીર

makhana kheer recipe in gujarati notes

  • મખાનાને હમેશા વાપરતા પહેલા શેકી લેવા જેથી એ ક્રિસ્પી લાગશે
  • તમે મિક્સર માં ના પીસવા હોય તો ખંડણી ધસ્તા થી પણ ખાંડી શકો છો
  • ડ્રાયફ્રુટ માં તમે હમેશા ઘી માં શેકી ને અથવા એમજ શેકી ને નાખવા થી એના ટેસ્ટ માં ખૂબ સારાલાગે છે
  • ખાંડની જગ્યાએ તમે ગોળ કે પછી પીસેલા ખજૂર કે અંજીર કે મધ કે કંડેશ મિલ્ક નાખી ને પણ તૈયારકરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો