મોતિચૂર લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાંથોડુ થોડુ પાણી નાખતા જઈ મિક્સ કરી ગાંઠા ના રહે એમ હલાવતા રહી પહેલા એક કપ પાણી નાખો ત્યાર બાદ બીજો એક કપ પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે એમાં જો તમને ફૂડ કલર નાખવો હોય તો બે ચપટી ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક પહોળી કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો
હવે કડાઈ થી થોડો ઊંચાઈ એ હાથ રહે એ માટે ઊંચો ડબ્બો કે વાસણ રાખો હવે ઘી કે તેલ ગરમ થાયએટલે વાટકી થી ઝારા માં મિશ્રણ નાખી ને ઝારા માં નાખી થપ થાપાવી ને નાખો ને એક મિનિટ બુંદી ને તરી લ્યો ને ત્યાર બાદ ગરણી થી કાઢી ને બીજી ઝીણી ગરણી માં નાખતા જાઓ જેથી વધારાનું ઘી /તેલ નીકળી જાય
આમ થોડી થોડી કરી ને બુંદી નું મિશ્રણ નાખતા જઈ એક મિનિટ તરી લઈ ને ગરણી માં કાઢતા જાઓ ને બધીજ બુંદી તૈયાર કરી લ્યો બધી બુંદી તૈયાર કરી લેવી