ગોળ વારી ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એક ગ્લાસ પાણી નાંખી પંદર વીસ મિનિટ સુંધી પલાળી મુકવા
હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ છીણેલ ગોળ લ્યો એમાં પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતારહી ગોળ ને પાણીમાં બરોબર રીતે ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગરણી થી ગોળ ને બીજાવાસણમાં ગાળી લ્યો ને બિલકુલ ઠંડો થવા મૂકો
હવે ગેસ પર બીજા વાસણ કે કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવેએટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પલાળેલા ચોખા ને નિતારી ને નાખો ને થોડી થોડી વારેહલાવતા રહો ને ચોખાને ચડાવી લ્યો
ચોખા બરોબર ચડી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવવું નહિતર ચોખા તરીયા માં ચોંટી જસે નેખીર માં બેરલ સ્વાદ આવશે દૂધ માં ચોખા બરોબર ચડી જતા પંદર વીસ મિનિટ લાગશે ત્યાં બાદએમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
હવેખીર ને થોડી ઘટ્ટ થવા દેવા બીજા છ સાત મિનિટ ધીમા તાપે ચડાવો ને આજુ બાજુ જો દૂધ કડાઈમાંચોંટેલ હોય એને ચમચા થી ઉખાડી પાછું દૂધ માં નાખો જેથી ખીર ક્રીમી બને સાત આઠ મિનિટપછી ગેસ બંધ કરી નાખો ને ખીર ને બિલકુલ ઠંડી થવા દયો