ઘેવર બનાવવા સૌપ્રથમ નાના મિક્સર જારમાં બરફના ત્રણ ચાર ટુકડા ને ત્રણ ચાર ચમચી ઘી નાખીને એક બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ ચમચી થી ફરી એક વખત મિક્સ કરી નેએક મિનિટ પીસી લ્યો
હવે એમાં અડધો કપ ઠંડુ દૂધ નાખી બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ એમાં ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી બે ચમચી મેંદા નો લોટ નાખી બે મિનિટ પીસી લ્યો
હવે તૈયાર મિશ્રણ મોટા જાર માં નાખી દયો જેથી બીજી સામગ્રી ને બરોબર પીસી શકો હવે મોટાજાર માં બીજી બે ત્રણ ચમચી મેંદો નાખી પીસી લ્યો એક મિનિટ અને હવે એમાં એક કપ ઠંડુ પાણી નાખો ને સાથે બીજી બે ચમચી મેંદાનો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો
હવે એમાં બાકી રહેલ મેંદા નાખી ઠંડુ પાણી નાખી પીસી લ્યો આમ આશરે 200 ગ્રામ લોટ અને ત્રણ કપ ઠંડુપાણી નાખતા જઈ ને પીસી લ્યો ને એક પાતળું મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે એમાં છેલ્લે એક ચમચી બેસન ને લીંબુ નો રસ નાખી એક વખત બરોબર પીસી લ્યો હવે એક મોટાવાસણમાં બરફના ટુકડા નાખી વચ્ચે બીજું વાસણ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને રાખવુંઆમ મિશ્રણ ને ઠંડુ જ રહે એ વાત ધ્યાન માં રાખવી
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં અડધે સુધી તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં ચમચા થી બરોબર વચ્ચે મિશ્રણ નાખતા જાઓ એક ચમચો મિશ્રણ નાખી એમાં ફુગ્ગાઓછા થાય પછી બીજો ચમચો મિશ્રણ નાખવું
આમ પાંચ છ ચમચા મિશ્રણ થોડી થોડી વારે નાખી ગોલ્ડન તરી લ્યો ઘેવર ગોલ્ડન થાય એટલે ચાકુ થી કિનારી અલગ કરી લ્યો ને ચમચી થી વચ્ચેથી ઉપાડી ચારણી માં મૂકો જેથી વધારા નું ઘી / તેલ નીકળી જાય આમ બીજા ઘેવરને પણ થોડું થોડું મિશ્રણ બરોબર વચ્ચે નાખી ગોલ્ડન તરી લ્યો ને ચારણી માં મૂકતા જાઓ