Go Back
+ servings
green coconut chutney recipe in gujarati - લીલા નારિયેળ ની ચટણી - લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત - lila nariyal ni chatni - lila nariyal ni chatni banavani rit - lila nariyal ni chatni banavani recipe - lila nariyal ni chatni recipe in gujarati

લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | green coconut chutney recipe in gujarati | લીલા નારિયેળ ની ચટણી | lila nariyal ni chatni | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati

આપણે લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત - lila nariyal ni chatni banavani rit શીખીશું. આ ચટણી ઢોસા,ઈડલી અને ઉત્તપમ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે આ ચટણી ઘણા લાંબા સમય માટેસાચવી શકાતી નથી એટલે એટલી માત્રા માં બનાવી જેટલી માત્રા માં જોઈએ અને સાચવી જ હોય તો એક દિવસ ફ્રીઝમાં સાચવી શકશો તો lila nariyal ni chatni recipe in gujarati - green coconut chutney recipe in gujarati શીખીએ
3.77 from 13 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 વઘારિયું

Ingredients

lila nariyal ni chatni ingredients | green coconut chutney ingredients

  • 1 કપ લીલું નારિયળ છીણેલું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી તેલ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી આંબલીનો પલ્પ
  • 2-3 ચમચી શેકેલ સીંગદાણા
  • 2 ચમચી દાડિયા દાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • જરૂર મુજબ પાણી

નારિયેળ ની ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી અડદ દાળ
  • 5-7 મીઠા લીમડાના પાન
  • 1-2 સુકા લાલ મરચા

Instructions

લીલા નારિયેળની ચટણી બનાવવાની રીત | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati

  • લીલી નારિયળ ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પાણી નીતરવા મૂકો હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ લીલા મરચા સુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી ને એક બે મિનિટ શેકી લ્યો
  • હવે શેકેલ ધાણા મરચાં ને ઠંડા થવા દેવા મરચા ને ધાણા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે લીલું નારિયળ છીણેલું, આદુનો ટુકડો, શેકેલ સીંગદાણા, દાડિયાદાળ , આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લ્યો ને જરૂર મુજબ પા કપ પાણી નાખી ને સમૂથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

લીલા નારિયેળ ની ચટણી નો વઘાર કરવાની  રીત

  • ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ દાળ નાખી તતડાવો ત્યારબાદ ગેસ બંધ કરી એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરી લ્યોને તૈયાર વઘાર ને પીસેલી ચટણી માં નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે લીલી નારિયળ ની ચટણી

lila nariyal ni chatni recipe in gujarati notes

  • અહી તમે ખટાસ માટે આંબલી ની જગ્યાએ લીંબુ અથવા દહી નો ઉપયોગ કરી શકો છો
  •  સીંગદાણા કે  દાડિયા દાળ માંથી ગમે તે એક નો ઉપયોગકરી ને પણ ચટણી તૈયાર કરી શકો છો અને વ્રત માં વાપરવી હોય તો દાડિયા દાળ અને અડદ દાળના નાખવી
  • લીલા ધાણા સાથે થોડા ફુદીના ના પાન પણ પીસવા સમયે નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો