Go Back
+ servings
ખાખરા પીઝા બનાવવાની રીત - khakhra pizza - khakhra pizza recipe in gujarati - khakhra pizza recipe - khakhra pizza banavani rit - ખાખરા પીઝા

ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati | khakhra pizza recipe | ખાખરા પીઝા

આજે આપણે ખાખરા પીઝા બનાવવાની રીત - khakhra pizza banavani rit શીખીશું પીઝા બધાને ખુબ પસંદ આવતા હોય છે એને પીઝા જો હેલ્થી રીતે બનાવેલ હોય તો પછી તો કોઈ એને ખાવાની ના ન પાડી શકે આજ આપણે એવા જ હેલ્થી khakhra pizza recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 પ્લેટ

Ingredients

ખાખરા માટે લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 10-15 ફુદીનાના પાન
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 4-5 લસણની કણી ( ઓપ્શનલછે)
  • 2 ચમચી દાડિયાદાળ
  • 2 ચમચી દહી
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલ જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

ખાખરા પીઝા ના ટોપિંગ માટેની સામગ્રી

  • ખાખરા
  • કપ લીલી ચટણી જરૂર મુજબ
  • ટમેટા સોસ જરૂર મુજબ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે)
  • ¼ કપ ઝીણા સુધારેલ ટમેટા
  • ¼ કપ ઝીણાસુધારેલ કેપ્સીકમ
  • ¼ કપ મસાલા સીંગદાણા
  • 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 ચમચી ઇટાલિયન સીઝ્નીંગ/ મિક્સ હર્બસ1-2
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ

Instructions

ખાખરા પીઝા બનાવવાની રીત| Khakhra pizza banavani rit | Khakhra pizza recipe in gujarati

  • સૌ પ્રથમ આપણે ખાખરા પીઝા માટેની લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ ખાખરાપીઝા બનાવતા શીખીશું.

ખાખરા પીઝા માટેની લીલી ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી ને સુધારી લ્યો ત્યાર બાદ ફુદીનાના પાન સાફ કરી ધોઇ લેવા અને લીલા મરચા ને પણ ધોઇ ને સુધારી લેવા
  • હવે મિક્સર જારમાં લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, દાડિયા દાળ, દહી, આદુનો ટુકડો,લસણ ની કણી, લીંબુ, ખાંડઅને સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ પીસી લ્યો ને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી પીસીને સમૂથ ચટણી તૈયાર કરી લ્યો ને તૈયાર ચટણી ને એક વાટકામાં કાઢી લ્યો

ખાખરા પીઝા બનાવવાની રીત

  • સૌ પ્રથમ તમારી પસંદ ના સ્વાદ વાળો ખાખરો લ્યો એમાં એક ચમચી લીલી ચટણી અને એક ચમચી સોસ નાખી હળવા હાથે ચમચી થી મિક્સ કરી આખા ખાખરા પર લગાવી લ્યો હવે એના પર ઝીણા સમારેલા કેપ્સીકમ, ડુંગળી અને ટમેટા છાંટો
  • ત્યારબાદ એના પર મસાલા સીંગદાણા, ઝીણી સેવ છાંટી દયો હવે એના પર ચીઝ ને છીણીને નાખો અને એના પર ચીલી ફ્લેક્સઅને ઇટાલિયન સઝનિંગ / મિક્સ હર્બસ  અને લીલા ધાણા સુધારેલા છાંટી નેતૈયાર કરી લ્યો આમ તમને તમારી જરૂર મુજબ પીઝા બનાવી ને તૈયાર કરી મજા ખાખરા પીઝા

Khakhra pizza recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના ખાખરા લઈ શકો છો ને તમારી પસંદ ટોપીગ નાખી શકો છો તમે લીલા , લાલ કે પીળા કેપ્સીકમ,બાફેલા બટાકા ના કટકા કે પછી ગાજર કે બીજા તમારી પસંદ ના શાકભાજી ઝીણા સમારેલા નાખી શકો છો
  • તમે તૈયાર ખાખરા ને કડાઈ માં મૂકી એક બે મિનિટ ગરમ કરી ચીઝ મેલ્ટ કરી ને પણ ખાઈ શકો છો
  • અહી ચીઝ તમે અરી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો