કાલા ખટ્ટા શરબત બનાવવા સૌપ્રથમ જાંબુને ઠંડાપાણીમાં બરોબર હલકા હાથે સાફ કરી લેવા
ગેસ પર એક કડાઈમાં જાંબુ તથા બે લીટર જેટલુંપાણી નાખી ગેસ ચાલુ કરો
હવે કડાઈમાં સ્વાદ પ્રમાણે મીઠું સંચળ મરીનોભૂકો અને ખાંડ નાખી આ મિશ્રણને દસથી પંદર મિનિટ ઉકળવા દો
મિશ્રણ બરાબર ઉકળી જાય એટલે મેસર વડે અથવા કડછીવડે જાંબુ ના બીજ ના તૂટે એ રીતે મેશ કરી લો
હવે ફરી પાંચ મિનિટ ચડાવો
ત્યારબાદ ગેસ બંધ કરી જીની ચારણી વડે જાંબુનાપાણીને બરોબર ચાળી લો
હવે મિશ્રણને ઠંડુ થવા દો
મિશ્રણ બિલકુલ ઠંડું થઈ જાય એટલે તેમાં લીંબુનોરસ મિક્સ કરી દો
હવે સર્વિંગ ગ્લાસમાં થોડા ટુકડા બરફના બે-ત્રણ પાન ફુદીનાના તેમજ એક લીંબુની સ્લાઈજ નાખી તેમાં જાંબુનો શરબત નાખીઠંડા ઠંડા કાલા ખટ્ટા શરબત ની મજા લ્યો