ખાટાવડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટઅને અડદ નો લોટ ચાળી લ્યો (અડદ નો લોટ ના હોય તો નહિ નાખો તો ચાલશે અથવા મિક્સર માં પીસી ને તૈયાર કરીશકો છો)
હવે એમાં મેથી દાણા અને દહી નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુંપાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને તૈયાર મિશ્રણ ને સાત થી આઠ કલાક અથવા આખી રાતઆથો આપવા મૂકો
આઠ કલાકપછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લીલા ધાણા સુધારેલ ને ગરમ તેલ નાખી બરોબર પાંચસાત મિનિટ મિકસ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને એક વાટકામાંપાણી ભરી લ્યો હવે હાથ ને પાણી વાળા કરી તૈયાર મિશ્રણ માંથી નાની સાઇઝ ના વડા તેલ માંનાખતા જાઓ
એક વખતમાં કડાઈમાં સમાય એટલા વડા નાખો ને એક બે મિનિટ માં વડા ઉપર આવી જાય એટલે ઝારાથી થોડીથોડી વારે ફેરવી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને તરાય ગયેલ વડા ને કાઢી લ્યો
ત્યારબાદ મિશ્રણ માંથી બીજા વડા પણ પાણી વાળા હાથ કરી ને તેલ માં નાખી તરી લ્યો આમ બધા વડાને તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ કે ઠંડા વડા સોસ ચટણી કે દહી સાથે સર્વ કરો ખાટા વડા