Go Back
+ servings
સત્તુ ના પરોઠા બનાવવાની રીત - sattu na parotha banavani rit - sattu paratha recipe in gujarati - સત્તુ ના પરોઠા - sattu paratha recipe

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati | સત્તુ ના પરોઠા | sattu paratha recipe

આજે  sattu na parotha banavani rit batao એવી રીક્વેસ્ટ કરેલ તો આજ સત્તુ ના પરોઠા બનાવવાની રીત શીખીશું. જે બિહાર ના ખૂબ પ્રખ્યાત પરોઠા છે જે શેકેલચણાદાળ માંથી અથવા દાડિયા ને છાલ સાથે પીસી ને તૈયાર કરવા માં આવે છે અને  પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છેને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો sattu na parotha recipe in gujarati language શીખીએ.
4.58 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

સત્તું ના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સત્તુંના પરોઠા નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ સત્તું 
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી લસણ પેસ્ટ
  • 1 ચમચી આદુપેસ્ટ
  • 2 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • ½ ચમચી અજમો
  • ચમચી ½ મંગ્રોલા / ક્લોંજિ
  • 2 ચમચી આચાર મસાલો
  • 1 ચમચી સરસો તેલ / રાઈ નું તેલ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

સત્તુ નાપરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

  • સૌપ્રથમ આપણે સત્તું ના પરોઠા નો લોટ બાંધવા ની રીત શીખીશું ત્યારબાદ સત્તું ના પરોઠાનું પૂરણ બનાવવાની રીત શીખીશું

સત્તુંના પરોઠા નો લોટ બાંધવા ની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી હાથથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડી થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લોને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો

સત્તુંના પરોઠા નું પૂરણ બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં સત્તુ લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લસણ પેસ્ટ, આદુ પેસ્ટ,ઝીણા સમારેલા લીલાં મરચાં, હાથ થી મસળી ને અજમો,મંગ્રોલા / ક્લોંજિ, આચારમસાલો, લીંબુનો રસ, સરસો તેલ / રાઈ નું તેલ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠુંનાખી હાથથી બરોબર મસળી લ્યો ને પૂરણ તૈયાર કરી લ્યો

સત્તુંના પરોઠા બનાવવાની રીત

  • લોટને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અનેએક લુવો લઈ કોરો લોટ લઈ  અને વાટકા જેવો આકાર આપો અને ત્યારબાદ એમાં જે પ્રમાણે સમાય એ પ્રમાણે એક બે ચમચી તૈયાર કરેલ પૂરણ નાખી દબાવી ને બંધકરી લ્યો ને પાછો ગોળ લુવો તૈયાર કરી લ્યો
  • હવે લુવા ને હાથ વડે થોડો દબાવી ચપટો કરી લ્યો ને કોરો લોટ લઈ હલકા હાથે એક સરખો મિડીયમજાડી વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરોઠોનાખી ને એક બાજુ થોડો શેકો ત્યાર બાદ તવિથાં થી ઉથલાવી બીજી બાજુ થોડો શેકો હવે બનેબાજુ તેલ કે ઘી લગાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો
  • આમ બીજાપરોઠા માટે પણ લોટ માં પૂરણ ભરી હલકા હાથે વણી શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકીલ્યો ને તૈયાર પરોઠા ને દહી અથાણાં કે ટમેટા રીંગણ ના ચોખા, રીંગણ બટકા ના ચોખા કે પછીટમેટા ના ચોખા સાથે સર્વ કરો  સત્તું ના પરોઠા

Sattu na parotha recipe in gujarati notes

  • સત્તુંનો લોટ ના મળે તો તમે દાડિયા ને ફોતરા સાથે મિક્સ માં ઝીણો પીસી ને પણ તૈયાર કરી શકોછો
  • સત્તુંના પરોઠા ના પરોઠા નો લોટ નરમ બાંધવો જેથી એમાં નાખેલ પૂરણ બહાર ના નીકળી ને લોટ માંતમે અજમો કે કલોંજી નાખી શકો છો
  • સત્તુંના પરોઠા ના પૂરણ માં કોઈ પણ અથાણાં નો મસાલો અથવા અથાણાં નું તેલ અને રાઈ નું તેલનાખવાથી પરોઠા નો સ્વાદ ખૂબ સારો આવે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો