ત્રિરંગા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ સોજી નાખો સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
બે ત્રણ ગાજર લ્યો અને સાફ કરી કટકા કરી મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો ને ત્યારબાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ પાલક ધોઇ સાફ કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પીસી લ્યોને એને પણ ગરણી થી ગાળી લ્યો
હવે એક થાળી કે ડબ્બા ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ગેસ પર ઢોકરીયા માં પાણીના બે ત્રણ ગ્લાસ નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો
વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે એકભાગ લ્યો એમાં ⅛ કપ ગાજર નો જ્યુસ અને¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ લ્યો
હવે એક ગ્રીસ કરેલ થાળી કે ડબ્બો તૈયાર કરેલ હતો એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને થાળી કે ડબ્બો ને ઢોકરીયા માં કાંઠો મૂકી એમાં તૈયાર કરેલ થાળી મૂકી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા મૂકો
હવે બીજા ભાગ માં ⅛ કપ પાણી અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને તૈયાર મિક્સર ને ઢોકરીયા માં રાખેલ થાળીકે ડબ્બા માં નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
સાત મિનિટ પછી ત્રીજા ભાગ માં ⅛ કપ પાલક જ્યુસ અને ¼ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ને ઢોકરીયું ખોલી એમાં તૈયાર કરેલ મિશ્રણનાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
સાત મિનિટ પછી ઢોકરીયા માંથી ઢોકળા કાઢી લ્યો ને ઠંડા થવા દયો ઢોકળા સાવ ઠંડા થાય એટલેએને ડી મોલ્ડ કરી લ્યો એના કટકા કરી લ્યો
હવે વઘારિયાં માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘારને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો તો તૈયાર છે ત્રિરંગા ઢોકળા