Go Back
+ servings
સાબુદાણાની ખીર બનાવવાની રીત - sabudana ni kheer banavani rit - sabudana ni kheer recipe in gujarati - સાબુદાણાની ખીર

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati | સાબુદાણાની ખીર

આજે આપણે સાબુદાણાની ખીર બનાવવાની રીત - sabudana ni kheer banavani rit શીખીશું.આ ખીર તમે વ્રત કે ઉપવાસમાં તો ખાઈ જ શકો સાથે વ્રત કે ઉપવાસ વગર પણ તૈયાર કરી ને ખાઈ શકાય છે કેમ કે ખૂબ ટેસ્ટીલાગે છે તમે એને ગરમ કે ઠંડી કરી બને રીતે ખાઈ શકો છો તો ચાલો sabudana ni kheer recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સાબુદાણાની ખીર બનાવવા જરૂરી સામગ્રી | sabudana ni kheer ingredients in gujarati

  • ¼ કપ સાબુદાણા
  • 3 કપ ફૂલક્રીમ દૂધ
  • ¼ કપ ખાંડ
  • ¼ કપ એલચી પાઉડર
  • 8-10 કેસરના તાંતણા
  • 4-5 ચમચી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

Instructions

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit

  • સાબુદાણા ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એના પર આંગળી નું એક ટેરવું ઉપર રહે એટલા પાણીમાં અડધો કલાક પલાળી મુકો
  • અડધા કલાક માં સાબુદાણા સારા એવા પલળી જાય એટલે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી ને ગરમ કરવામૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી ને ધીમા તાપે ચડવા મૂકો
  • સાબુદાણા પારદર્શક બની જાય ત્યાં સુધી ચડવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો સાબુદાણા પારદર્શક થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો
  • હવે ખીર ને ખદખદવા દયો છેલ્લે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ માંથી  એક બે ચમચી ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે રાખી બીજા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરીએક બે મિનિટ ચડાવો
  • તૈયાર ખીર ને સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપરથી રાખેલ ડ્રાય ફ્રુટ ને છાંટી ને ગાર્નિશ કરી સર્વકરો અથવા ફ્રીઝ માં મૂકી ઠંડી કરી સર્વ કરો સાબુદાણા ખીર

sabudana ni kheer recipe in gujarati notes

  • સાબુદાણાને પલળવા નો સમય ના હોય તો સાબુદાણા ને ધોઇ ને થોડા પાણી માં ચડાવી લ્યો ને ત્યાર બાદએમાં દૂધ નાખી ને પણ ખીર તૈયાર કરી શકો છો
  • જો તમેનેખાંડ ની જગ્યાએ ગોળ વાપરવા માંગતા હોવ તો ખીર ને ચડાવી લ્યો ત્યાર બાદ ઠંડી કરવા મૂકોઅને ગોળ ને પીગળી ને ઠંડો કરી લ્યો બને ઠંડા થાય પછી મિક્સ કરી લ્યો આમ તમે ગોળ વારીખીર તૈયાર કરી શકો છો
  • બનેતો એક ચમચી ઘી માં ડ્રાય ફ્રુટ શેકી ને નાખશો તો ખૂબ સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો