Go Back
+ servings
કુલેર - કુલેર બનાવવાની રીત - kuler banavani rit - kuler recipe in gujarati - kuler recipe

કુલેર | કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati | kuler recipe

આજે આપણે કુલેર બનાવવાની રીત - kuler banavani rit gujarati ma શીખીશું આ કુલેર ગુજરાત માં ચૈત્ર માસ ની તેરસ અને શ્રાવણ માસ માં નાગપંચમી, સાતમ પર બનાવી પ્રશાદી બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવા આવે છે તો ચાલો kuler recipe in gujarati શીખીએ
4 from 3 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 થાળી

Ingredients

કુલેર બનાવવા જરૂરી સામગ્રી | kuler recipe ingredients in gujarati

  • 1 કપ બાજરાનો લોટ
  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ કપ ઘી

Instructions

કુલેર બનાવવાનીરીત | kuler banavani rit | kuler recipe in gujarati

  • કુલેર બનાવવા સૌપ્રથમ ગોળ ને ચાકુથી સાવ ઝીણો ઝીણો સુધારી લેવો અથવા છીણી થી છીણી લેવો
  • હવે એક થાળીમાં બાજરા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હાથથી મસળી ને બરોબર મિક્સ કરો લોટ ને બાજરા ને બરોબર મિક્સ કરી લ્યો ને જો ગોળ ની કોઈ કણી હોય એને હાથ થી તોડી તોડી ને મિક્સ કરો
  • હવે એમાં ઘી નાખી હાથ થી જ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને નાની ગ્રીસ કરેલ થાળીમાં નાખી દબાવી ને પાથરી લ્યો ને ચાકુ થી કટકા કરી કટકા કરી લ્યો અથવા નાના નાના ગોળ લાડવા બનાવી લ્યો
  • આ લાડવા કે કટકા ને એર ટાઈટ ડબ્બામાં બહાર બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં છ સાત દિવસ સાચવી શકોછો તો તૈયાર છે કુલેર

kuler recipe in gujarati notes

  • આ કુલેરએ એક પ્રસાદી છે જેમાં બાજરો કે ગોળ કે ઘી ને ગરમ કર્યા વગર જ વાપરવા માં આવે છે
  • પ્રસાદી વગર તમને એમજ બનાવી ને બાજરાના લાડવા  ખાવા હોય તો ઘી ગરમ કરી એમાં બાજરાનો લોટ શેકી લઈ ગેસ બંધ કરી થોડો ઠંડો કરો ગોળ અને ડ્રાય ફ્રુટ મિક્સ કરી ને પણ લાડવા તૈયાર કરી શકો છો
  • ઘણા એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નારિયળ નું છીણ અને વસાણાંનાખી શિયાળા માં લાડવા બનાવી ને પણ તૈયાર કરતા હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો