પંજરી અને પંચામૃત બનાવવાની રીત | પંજરી બનાવવાની રીત | panjiri banavani rit | પંચામૃત બનાવવાની રીત | panchamrut banavani rit | panchamrut recipe in gujarati | panjiri recipe in gujarati
આજે આપણે પંજરી અને પંચામૃત બનાવવાની રીત - panchamrut banavani rit - panchamrut recipe in gujarati શીખીશું. આ પંજરી પ્રસાદ જન્માષ્ટમીઅને રામનવમી પર બનાવવામાં આવે છે અને પંચામૃત તો દરેક પૂજામાં વપરાય છે તો આજ આપણે ખૂબ સરળ પંજરી બનાવવાની રીત - panjiri banavani rit gujarati ma - panjiri recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
પંજરી બનાવવા માટેની સામગ્રી | panjiri recipe ingredients
પંચામૃત બનાવવા માટેની સામગ્રી | panchamrut recipe ingredients
¼ કપ કાચું ગાય નું દૂધ
1ચમચીગાયના દૂધ નું દહી
1-2 ચમચીખડી સાકર / ખાંડ
1ચમચીમધ
½ ચમચીગાયનું ઘી
પ્રસાદી માટેના પંચામૃત માટેની સામગ્રી
પંચામૃત
1 ચમચીબદામની કતરણ
1 ચમચીકાજુની કતરણ
1 ચમચીકીસમીસ
1 ચમચીનારિયળનું છીણ
1 ચમચીચારવાડી
Instructions
પંજરી બનાવવાની રીત | panjiri banavani rit gujarati ma | panjiri recipe in gujarati
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં સૂકા આખા ધાણા ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને શેકેલ ધાણા એક થાળી માં કાઢી લ્યો હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુના કટકા ને ગોલ્ડન શેકી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
એજ કડાઈમાં બદામ ના કટકા ને એક ચમચી ઘી માં શેકી લ્યો ને શેકેલ બદામ કાજુ વાળા વાસણમાં કઢી લ્યોએમાં જ પિસ્તા ને પણ શેકી ને કાઢી લ્યો ને કીસમીસ ને શેકી ને કાઢી લેવી
હવે શેકેલ ધાણા ને મિક્સર જારમાં લઈ પીસી ને પાઉડર બનાવી લ્યો ને પાઉડર ને ચાળી લ્યો ત્યારબાદ કડાઈમાં એક મિનિટ એક બે ચમચી ઘી માં ધાણા ના પાઉડર ને શેકી લ્યો
ધાણા પાઉડર શેકાઈ એટલે એમાં છીણેલું નારિયેળ નાખી નારિયળ ને પણ શેકી લેવું નારિયળ શેકાઈ જાય એટલે એક થાળીમાં કાઢી ઠંડુ કરવા મુકો મિશ્રણ ઠંડુ થાય એટલેએમાં પીસેલી ખડી સાકર નાખી હાથથી બરોબર મિક્સ કરી લેવી
સાકર બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી ને મિક્સ કરી લ્યો ને તૈયાર પ્રસાદી ને તુલસી પાન મૂકી ભોગ ધરાવો ભગવાન ને અને ત્યાર પછી બધામાં વહેંચો પ્રસાદી પંજરી
પંચામૃત બનાવવા ની રીત | panchamrut banavani rit | પંચામૃત બનાવવા પાંચ વસ્તુઓ
સૌ પ્રથમ એક વાસણમાં ગાય નું દૂધ, ગાય ના દૂધ નું દહી, ગાય નું ઘી, મધ અને ખડી સાકર નાખી મિક્સ કરી લ્યો આ પંચામૃત ને તમે ભગવાન ને સ્નાન વગેરે કરાવવા વાપરી શકો છો
પ્રસાદીનો પંચામૃત બનાવવાની રીત | panchamrut recipe in gujarati
એક વાસણમાં એક વાસણમાં ગાય નું દૂધ, ગાય ના દૂધ નું દહી, ગાય નું ઘી, મધ, ખડી સાકર , કાજુના કટકા,બદામ ના કટકા , ચારવળી, કીસમીસઅને નારિયળ નું છીણ નાંખી મિક્સ કરી લ્યો ને આ પંચામૃત ને તમે પ્રસાદી તરીકે ભોગ ધરવી બધા ને વહેચી શકો છો પંચામૃત
Panjiri and panchamrut recipe in gujarati notes
પંજરીમાં તમે અરી પસંદ ના ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખી શકો છો
ઘણા પંજરી માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરતા હોય છે તો તમે એ પણ નાખી શકો છો
પંચામૃત ભગવાન ને સ્નાન કરાવવા સાદું તૈયાર કરી ને વપરાતુ હોય છે જ્યારે પ્રસાદી માટે એમાં ઘણા ડ્રાય ફ્રુટ નાખી ને ધરાવતા હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો