Go Back
+ servings
મેથી ની મઠરી બનાવવાની રીત - methi ni mathri banavani rit - methi mathri recipe in gujarati - methi mathri recipe - મેથી મઠરી બનાવવાની રીત

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati | methi mathri recipe | મેથી મઠરી બનાવવાની રીત

 આજે આપણે મેથી મઠરી બનાવવાની રીત - methi ni mathri banavani rit શીખીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ ભૂરો ભૂરોથઈ જાય ને એની સાથે જો ગરમ ગરમ ચા હોય તો ને ઠંડી પડતી હોય કે વરસાદ ની મોસમ હોય તોખૂબ મજા આવી જાય તો આજ આપણે મેથી ની મઠરી બનાવવાની રીત- methi mathri recipe in gujarati શીખીએ .
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મેથી ની મઠરી બનાવવા જરૂરી સામગ્રી  | methi mathri recipe ingredients

  • 500 ગ્રામ મેંદાનો લોટ
  • 2 ચમચી સુકા આખા ધાણા
  • 1 ચમચી અજમો
  • 3-4 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ¼ કપ ઘી / તેલ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions

મેથી ની મઠરી બનાવવાની રીત | methini mathri banavani rit | methi mathri recipe in gujarati

  • સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી મેંદા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અધ કચરા કરેલ સૂકા ધાણા, હાથ થી મસળી ને અજમો, સૂકી મેથી ને હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી હાથ થી મસળી લ્યો
  • હવે એમાં ઘી / તેલ નાખી નેહાથ વડે લોટ અને ઘી / તેલ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં થોડુ થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને અડધો કલાકસેટ થવા મૂકો ત્યાર બાદ ફરી મસળી લ્યો
  • હવે જે સાઇઝ ની મઠરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવો હવે એક લુવો લ્યો ને એને ગોળ ગોળફેરવી ને ગોલા બનાવી લ્યો એને બને હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો આમ બધી મઠરીને ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને ચપટી કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં ચપટી કરેલ મઠરીનાખી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી જ મઠરી ને ગોલ્ડન તરી ને તૈયાર કરીલ્યો ને એક મોટા વાસણમાં ઠંડી કરી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવીને મજા લ્યો મેથી મઠરી

methi mathri recipe in gujarati notes

  • લોટમાં મોણ મીઠી વડે એટલું નાખવું ને તમને મરી નો સ્વાદ ગમે તો અધ કચરા મરી ફૂટી ને પણ નાખી શકો છો
  • જો તમને બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા ના નાખવા હોય તો ઘી કે તેલ ને ગરમ કરી ને નાખવું
  • મઠરીને ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો