Go Back
+ servings
હની ચીલી પોટેટો બનાવવાની રીત - Honey chilli potato banavani rit - Honey chilli potato recipe in gujarati - Honey chilli potato recipe

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati | honey chilli potato recipe

આજે આપણે હની ચીલી પોટેટો બનાવવાની રીત - Honey chilli potato banavani rit gujarati ma શીખીશું. જ્યારે ઘરમાં કોઈજ શાકના હોય તો બટાકા તો હોય જ છે જેમાંથી તમે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી હની ચીલી પોટેટોબનાવી તમે ખાઈ શકો કે મહેમાન ને ખવરાવી શકો છો આજ બહાર જેવાજ  Honey chilli potato recipe in gujarati શીખીએ
5 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

હની ચીલી પોટેટો બનાવવા જરૂરી સામગ્રી | Honey chilli potato Ingredients in gujarati

  • 6-7 બટાકા
  • કોર્નફ્લોર ¼ + ¼ કપ+ 1 ચમચી
  • ½ + ½  કપ મેંદાનો લોટ
  • ચમચી તેલ
  • 1 ચપટી મરી પાઉડર 1
  • 1 ચમચી સોયા સોસ 1
  • 1 ચમચી ટોમેટો કેચઅપ 1
  • 1 ચમચી રેડ ચીલી સોસ 1
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • 2-3 ચમચી લસણ કટકા
  • 1 ચમચી આદુ છીણેલું 1 ચમચી
  • ¼ કપ લીલી ડુંગળી સુધારેલ (ઓપ્શનલ છે)
  • 1 સુધારેલ કેપ્સીકમ 1 લાંબુ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી હની
  • 2 સફેદ તલ
  • મુજબ પાણી જરૂર
  • તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠુ

Instructions

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati

  • હની ચીલી પોટેટો બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી ધોઇ લેવા હવેફ્રેન્ચ ફ્રાઇઝ જેમ લાંબા ને ચોરસ કટકા કરી લ્યો અને કટકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુંનાખીને મિક્સ કરો ત્યાર બાદ બટાકા ના કટકા નાખી પાંચ મિનિટ ઉકળી ને 50-60% બાફી લ્યો
  • હવેપાણી માંથી કાઢી એના પર પા કપ કોર્ન ફ્લોર અને અડધો કપ મેંદો નો લોટ ને એક ચમચી તેલછાંટી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે બીજા વાસણમાં પા કપ કોર્ન ફ્લોર અને અડધો કપ મેંદો નો લોટ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી પા કપ જેટલું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો એમાં કોટીંગકરેલ બટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે સ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ કરેલ બટાકા નાખી હલકાગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને તેલ ને ફરી ફૂલ તાપેગરમ કરો એમાં ફરી બટાકા ની લાંબી પટ્ટી નાખી ને બરોબર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો
  • એક વાટકામાં સોયા સોસ, ચીલી સોસ, ટમેટા સોસ, કોર્ન ફ્લોરઅને પોણો કપ પાણી નાખી મિક્સ કરી સોસ તૈયાર કરી લ્યો
  • ત્યારબાદ એમાં ખાંડ, મરી પાઉડર એન જે સોસ બનાવેલ એ નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં તરેલ બટાકાના કટકા નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી એક ચમચી મધ નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાં મૂકી ઉપર થી સફેદ તલ છાંટી ને સર્વ કરો હની ચીલી પોટેટો

Honey chilli potato recipe in gujarati notes

  • બટાકાના કટકા ના ઘણા ઝાડા ના ઘણા પાતળા કરવા એક આંગળી જેટલા ઝાડા કરવા
  • જો લીલી ડુંગળી હોય તો નાખવી નહિતર સૂકી ડુંગળી પણ ચાલશે
  • મધ ને હમેશા ગેસ બંધ કરી ને નાખવું
  • બટાકાપર નું કોટીંગ ઘણું ઘટ્ટ કે ઘણું પાતળું ના રાખવું મિડીયમ રાખવુ જેથી કોતીંગ બરોબર થાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો