ફણસી બટકા નું શાક બનાવવા સૌ પ્રથમ ફણસી ને ધોઇ સાફ કરી ઉપર નીચે બને બાજુ થી કટ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ ની લાંબી કાપી લ્યો અને બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યારબાદ ધોઇ લ્યો ને મીડીયમ સાઇઝ ના કાપી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચાં નાખી બે મિનિટ શેકી લ્યો
ત્યારબાદ એમાં સુધારેલ ફણસી અને બટાકા નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટશેકી લ્યો શાક અડધું શેકાઈ જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને બીજા બે ત્રણમિનિટ શેકી લ્યો
હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બેમિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી પાછું ઢાંકણ ખોલી બરોબર હલાવી લ્યો
હવે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરો ને બીજી બે મિનિટ ઢાંકી ને ચડવો છેલ્લે લીલા ધાણા નાખીમિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો ફણસી બટકા નું શાક