રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત | roasted paneer masala banavani rit | roasted paneer masala recipe in gujarati | શેકેલા પનીર મસાલા બનાવવાની રીત
આપણે શેકેલ મસાલા પનીર બનાવવાની રીત - roasted paneer masala banavani rit શીખીશું. જે તમે નાસ્તા માં કેપાર્ટી માં તૈયાર કરી સર્વ કરો શકો છો અને ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર કરી શકો છોતો ચાલો રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત - roasted paneer masala recipe in gujarati language શીખીએ
3.82 from 11 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Resting time: 20 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 તવી / કડાઈ
Ingredients
પનીર મેરીનેટ કરવા માટેની સામગ્રી
400 ગ્રામપનીર
મીઠું સ્વાદ મુજબ
2 ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીજીરું પાઉડર
1ચમચીગરમ મસાલો
½ચમચીહળદર
2-3ચમચીઘી / તેલ
લીલા ધાણા ની ચટણી બનાવવા માટેની સામગ્રી
1 કપલીલા ધાણા સુધારેલા
¼ કપફુદીના પાન
1 સુધારેલનાની ડુંગળી
½ ઇંચ આદુનો
2-3લીલા મરચા સુધારેલા
1ચમચીલીંબુનો રસ
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
Instructions
રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત | roasted paneer masala banavani rit | roasted paneer masala recipe in gujarati
સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ને મેરીનેટ કરી રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત શીખીશું.
લીલી ચટણી બનાવવાની રીત
એક મિક્સ રજાર માં સાફ કરી ધોઇ ને સુધારેલ લીલા ધાણા , લીલા મરચા, ફુદીના ના પાન, આદુંનો ટુકડો, ડુંગળી ના કટકા, સ્વાદ મુજબ મીઠું,અને લીંબુનો રસ નાખી પીસી લ્યો ને જરૂર મુજબ ત્રણ ચાર ચમચી પાણી નાખીને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
પનીર મેરીનેટ કરવાની રીત
સૌ પ્રથમ પનીર ના એક સરખા ચોરસ કે લંબચોરસ કટકા કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો,જીરું પાઉડર નાખીને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો
બધાજ કટકા માં બરોબર મસાલો લાગી જાય એટલે ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો વીસમિનિટ પછી ફરી પનીર ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો
હવેગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી પ્ર એક બે ચમચી ઘી / તેલ ગરમ કરવા મૂકો ને ગેસ ને ધીમો કરીનાખો ને એમાં પનીર મેરીનેટ કરેલ મૂકી ગોલ્ડન શેકો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ગોલ્ડન શેકો આમ બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો
બધા કટકા ને બધી બાજુ ધીમા તાપે શેકી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ લીલી ચટણી સાથે સર્વકરો શેકેલ પનીર મસાલા
roasted paneer masala recipe in gujarati notes
અહી પનીર ને મેરીનેટ કરવા તમે એક ચમચી બેસન ને અડધી ચમચી લીંબુ નો રસ નાખી ને પણ તૈયાર કરી શકો છો
અથવા ટિંગાડેલ દહી માં મસાલા ને એક ચમચી શેકેલ બેસન નાખી ને પણ મેરીનેટ કરી શકો છો
તવી પર શેકવા ની જગ્યાએ ઓવન માં પણ રોસ્ટ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો