ગેસપર એક કડાઈમાં મીડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બેસન ના ઘોળામાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાઉં ને બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો
એક ભાગ પર લીલી ચટણી લગાવો ને બીજા ભાગ પર વડાપાઉં ચટણી લગાવો હવે બટાકા ના મિશ્રણ નો રોટલીના લુવા જેટલો ગોલો બનાવી એક ભાગ માં મૂકી હાથ વડે થોડો દબાવી ફેલાવી દયો ને એના પર બીજો ભાગ મૂકી પેક કરી લ્યો
હવે તૈયાર વડા ને બેસન ના મિશ્રણ માં બોડી લ્યો ને ગરમ તેલ માં નાખી દયો આમ બીજા વડાપાઉં તૈયાર કરી બેસન માં બોડી ને તેલ માં નાખતા જાઓ ને બને બાજુ ગોલ્ડ થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી ગરમ ગરમ ચટણી અને તરેલ લીલા મરચા સાથે સર્વ કરો ઉલ્ટા વડાપાઉં
અથવાતો પાઉં ના બે ભાગ કરી એક ભાગ લ્યો એના પર વડાપાઉં ની ચટણી લગાવો એના પર બટાકા નું મિશ્રણ લગાવી દયો ને બીજી બાજુ લીલી ચટણી લગાવી એના પર પણ બટાકા નું મિશ્રણ લગાવી દયોને પાઉં ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખી ને પણ તમે ઉલ્ટા વડાપાઉં તૈયાર કરી શકો છો ને મજા લ્યો ચટણી અને તરેલ લીલા મરચા સાથે ગરમ ગરમ ઉલ્ટા વડાપાઉં