વેજ દમ બિરિયાની બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા લઈ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ લ્યોત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો
હવે એક બીજા વાસણમાં મીડીયમ સુધારેલ ફણસી, ગાજર, ફૂલકોબી, વટાણા નાખો ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણાજીરું પાઉડર, બિરિયાની મસાલો, સ્વાદ મુજબમીઠું, ઝીણો સુધારેલ ફુદીનો, લીલા ધાણા,બ્રાઉન ડુંગળી અને દહી નાખી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ પંદર મિનિટ એક બાજુ ઢાંકી ને મૂકો
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં બે ત્રણ ચમચા તેલ અને બે ચમચી ઘી નાખી ગરમ કરી ઘીગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર , એક તજ નો ટુકડો, એક સ્ટાર ફૂલ, બે ત્રણ એલચી, એક મોટી એલચી નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી ને મિક્સ કરી ને બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી ડુંગળી નેગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો
ડુંગળીગોલ્ડન થાય એટલે એમાં મેરીનેટ કરેલ શાક નાખી દયો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ ગેસ ધીમો કરી ઢાંકી ને ચડવા દયો શાક ચડે ત્યાં સુંધી માં બીજા ગેસ પર એક મોટા વાસણમાંચાર પાંચ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી માં તજ નો ટુકડો, તમાલપત્ર, એલચી, નાખી પાણી ને દસ મિનિટ ઉકાળો
દસ મિનિટપછી ખડા મસાલા કાઢી લ્યો એમાં થોડુ વધારે મીઠું, એક ચમચી તેલ અને લીંબુનો રસ નાખી મિક્સકરો ને પલાળી રાખેલ ચોખા ને નિતારી ને મિક્સ કરી નાખો ને કેવડાજલ, ગુલાબજળ નાખી ફૂલ તાપે ખુલા પાંચ મિનિટ ચડાવી લ્યો
હવે શાક અડધા ઉપર ચડી ગયા હસે એને એક વખત બરોબર હલાવી લ્યો હવે અડધા ચોખા ને ચારણીમાં કાઢીલ્યો ને નિતારી લ્યો ને ચોખા ને શાક પર નાખી એક સરખા ફેલાવી નાખો એના પર બે ત્રણ ચમચીતરેલ ડુંગળી , બે ચમચી લીલા ધાણા, કેસર વાળુ દૂધ બે ત્રણ ચમચી નાખો
ત્યારબાદ ફરી બાકી રહેલ ભાત ને નિતારી એના પર નાખી એક સરખા ફેલાવી લ્યો અને એના પર તરેલડુંગળી, લીલા ધાણા સુધારેલા,કેસર વાળુ દૂધ એલચી પાવડર પા ચમચી છાંટો ને બે ત્રણ ચમચી ઘી નાખી બધીબાજુ બાંધેલા લોટ લગાવી દયો ને ઢાંકણ ને બરોબર પેક કરી નાખો