ફણસનું શાક બનાવવા સૌપ્રથમ કાચું ફણસ ને ધોઇ ને સાફ કરી કોરું કરી લ્યો ને હાથ પર બરોબર તેલ લગાવી લ્યો ને ધાર વારા ચાકુ ને પણ તેલ લગાવી લ્યો ને એના એક સરખા ચાર ભાગ માં કાપી લ્યો અને વચ્ચે જે કડક ભાગ છે એ કાઢી લ્યો ને એની છાલ પણ કાઢી લ્યો ને મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો હવે કટકા ને ધોઇ ને નીતરવા મૂકો
પાણી બિલકુલ નીતરી જવા દેવું હવે ગેસપર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરો અને ગેસ મીડીયમ તાપે એમાં ફણસ ના કટકાનાખી સાથે હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકો સાત મિનિટ બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એક મિક્સર જારમાં ટમેટા ના કટકા અને આદુ લસણ ની પેસ્ટ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો
હવે ગેસ પર એજ કડાઈ માં બીજી ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, એલચી અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં એક ચમચી બેસન નાખી મિક્સ કરી લ્યો અને એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરીબે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદમુજબ મીઠું નાખી ઢાંકી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો
ત્રણ મિનિટ માં મસાલા માંથી તેલ અલગ થઈ જાય એટલે તેમાં શેકી રાખેલ ફણસ નાખી મિક્સ કરી લ્યોને પા કપ પાણી નાખી ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ બાદ ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી ઢાંકી ને બરોબર ચડાવી લ્યો
ત્રણ મિનિટ ત્યાર બાદ ઢાંકણ ખોલી નાખો ને ગરમ મલસો નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ શેકીલ્યો ને છેલ્લે લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે ફણસ નું શાક